AHMEDABAD / બોપલમાં બિલ્ડરે પોતાના પર હુમલો કરનાર પર કર્યું ફાયરિંગ, નોંધાઈ સામ-સામે ફરિયાદ

Ahmedabad News : અમદાવાદના બોપલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના ઘટી છે, જેમાં એક બિલ્ડરે પોતાના પર હુમલો કરનાર શખ્સ પર હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું છે, જો કે બિલ્ડરે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું.
ઘટના અંગે મળતી માહિતી મુજબ બોપલ વિસ્તારમાં ઉપેન્દ્રસિંહ નામના બિલ્ડર પર ધંધુકાથી આવેલા શખ્સોએ માથાકૂટ કરી હતી. આ આરોપીએ બિલ્ડર પર હુમલો કર્યો હતો અને બિલ્ડરની ઇનોવા ગાડીમાં તોડફોડ કરી હતી.
સામે બિલ્ડરે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં પોલીસે બંને પક્ષોના આક્ષેપોને લઈને ક્રોસ ફરિયાદની કાર્યવાહી શરૂ કરી હતી.

