Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad news: Body of an elderly man found on Sarkhej-Dholka road, police investigation launched

Ahmedabad news: સરખેજ-ધોળકા રોડ પર વૃદ્ધાનો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ શરૂ

Timeછેલ્લું અપડેટ : 03 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: સરખેજ-ધોળકા રોડ પર વૃદ્ધાનો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ શરૂ
સોર્સ : GSTV

અમદાવાદના સરખેજ-ધોળકા રોડ પર આવેલી એક તલાવડી નજીક આજે (ત્રીજી એપ્રિલ) વહેલી સવારે એક 85 વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. માનસિક બીમારીથી પીડાતા વૃદ્ધા મોડી રાત્રે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા બાદ આ કરુણ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.

App Store

મોડી રાત્રે ઘરેથી નીકળ્યા હતા સમુબેન

મળતી માહિતી અનુસાર, મૃતક વૃદ્ધાની ઓળખ 85 વર્ષીય સમુબેન તરીકે થઈ છે. પ્રાથમિક વિગતો અનુસાર, સમુબેન છેલ્લા કેટલાક સમયથી માનસિક અસ્વસ્થ હતા. આજે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ તેઓ પરિવારમાં કોઈને પણ જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયા હતા.