VIDEO: અમદાવાદ નરોડા કોકેઇન કેસમાં આરોપી નરેશ જૈનના 7 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ મંજૂર
સોર્સ : gstv
અમદાવાદના નરોડા વિસ્તારમાં કોકેઇન સાથે ઝડપાયેલા આરોપી નરેશ જૈનને આજે સ્પેશિયલ NDPS કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે વધુ 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પોલીસની દલીલ હતી કે આરોપીને ઉદયપુર લઈ જઈ ડ્રગ્સ સપ્લાયર અને અન્ય સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવું જરૂરી છે. ખાસ કરીને ઉદયપુરના સપ્લાયર રવિકુમારને ઝડપી પાડવા આરોપીની કસ્ટડી જરૂરી હોવાનું પોલીસે કોર્ટને જણાવ્યું હતું. સાથે જ આરોપીના મોબાઇલ CDR, વોટ્સએપ ચેટ અને નાણાકીય વ્યવહારોની તપાસ કરવાની છે. પોલીસના મતે આ કેસમાં આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કના તાર જોડાયેલા હોવાની શક્યતા છે. સપ્લાય ચેઇન અને નાણાકીય વ્યવહારોની તપાસ માટે રિમાન્ડ જરૂરી હોવાનું રજૂ કરાયું હતું. અંતે કોર્ટે નરેશ જૈનના 7 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

