Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad LCB seizes 10 lakh MD drugs from Vishala, main smuggler arrested

VIDEO: અમદાવાદ LCBએ વિશાલા પાસેથી ૧૦ લાખનું MD ડ્રગ્સ ઝડપ્યું, મુખ્ય તસ્કરની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ શહેર LCB ઝોન ૭ની ટીમે વિશાલા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સના મોટા જથ્થા સાથે મુખ્ય આરોપી કાદર ઉર્ફે 'ઘુવડ' મિયાણાને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં રાજસ્થાનના બાંસવાડાથી મેળવેલું આ ડ્રગ્સ દ્વારકાના મુખ્ય સપ્લાયર 'ફકીરા' ઉર્ફે છાપીને પહોંચાડવાનું હોવાનો  ખુલાસો થયો છે. કાર્યવાહી દરમિયાન રૂ. ૧૦.૧૭ લાખની કિંમતનું ૩૩૯ ગ્રામ MD ડ્રગ્સ, કાર અને મોબાઈલ મળી કુલ રૂ. ૧૫ લાખ ૬૧ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપી કાદર છેલ્લા છ મહિનાથી સક્રિય હતો અને પ્રતિ ટ્રિપ ૨૫,૦૦૦ મેળવી ૧૦થી વધુ વખત ડ્રગ્સની હેરાફેરી કરી ચૂક્યો છે. આ મામલે વેજલપુર પોલીસ મથકે ગુનો નોંધાયો છે, જ્યારે ફરાર આરોપીઓ ફૈઝલખાન અને ફકીરાને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

App Store