VIDEO: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: દાણીલીમડામાંથી લાખોના MD ડ્રગ્સ સાથે બે પેડલર ઝડપાયા
સોર્સ : gstv
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને અંદાજે ૮ લાખ રૂપિયાની બજાર કિંમતનું ૭૬ ગ્રામથી વધુ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે નારોલ BRTS વર્કશોપ નજીકથી મુસ્તાક ઉર્ફે એમ.એમ. સૈયદ અને યાસીન અરફાત અન્સારી નામના બે આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 2 લાખ 86 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર નેટવર્કમાં સંડોવાયેલા નફીશ શેખ નામના અન્ય વોન્ટેડ આરોપીને પકડવા માટે પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને સઘન તપાસ શરૂ કરી છે.

