અમદાવાદ:વટવામાં બુલેટ ટ્રેનના બ્રિજ નિર્માણ દરમિયાન ક્રેન અકસ્માત, રેલ્વે વિભાગ દ્વારા 25 ટ્રેનો રદ

અમદાવાદના વટવા-રોપડા વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે બ્રિજ ઊભા કરવાની કામગીરી વખતે અચાનક ક્રેન તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ થઈ છે. જેના કારણે અમદાવાદ મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થઈ છે.
મુંબઈ-અમદાવાદ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો
ઓવરહેડ વાયર તૂટી ગયો હોવાથી મુંબઈ-અમદાવાદ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો હતો. વડોદરાથી અમદાવાદ તરફ જતી સયાજીનગરી, એકતાનગર- અમદાવાદ સહિતની 10 ટ્રેનોને રાત્રે જ વિવિધ સ્ટેશનો પર અટકાવી દેવાઈ હતી.
અપલાઈન ચાલુ રાખવામાં આવી છે અને ડાઉન લાઇન બંધ
હાલ અપલાઈન ચાલુ રાખવામાં આવી છે અને ડાઉન લાઇન બંધ છે, જેથી મુંબઈ તરફ અવરજવર કરતી ટ્રેનોને રદ કરવી પડી છે. અમદાવાદ-વડોદરા-મુંબઈ વચ્ચે દોડતી 25 ટ્રેનોને રદ કરવામાં આવી છે. તો 5 ટ્રેનોના સમય બદલાય છે, જ્યારે 6 ટ્રેનોને અન્ય રૂટથી દોડાવવામાં આવી રહી છે. યાત્રીઓ માટે વડોદરા સ્ટેશન પર તાત્કાલિક ધોરણે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું હતું.

