અમદાવાદ: લાંભા વોર્ડની સબ ઝોનલ ઓફિસને કોર્પોરેટરે માર્યા તાળા, સ્થાનિકો અને નેતાજી બેઠા ધરણાં પર

અમદાવાદની AMCની લાંભા વોર્ડની સબ ઝોનલ ઓફિસને અપક્ષ કોર્પોરેટર કાળુભાઈ ભરવાડ દ્વારા તાળા બંધી કરવામાં આવી હતી, ઉલ્લેખનીય છે કે અપક્ષ કોર્પોરેટરે ગંભીર આરોપ લગાવ્યો હતો કે અધિકારીઓ પ્રજાના કામો કરતા નથી, અને સમસ્યાઓનું પણ નિવારણ લાવતા નથી તે માટે તાળા બંધી કરી છે.
કોર્પોરેટર અને સ્થાનિકો સબ ઝોનલ ઓફિસને તાળા મારીને ધરણા પર બેઠા
તો બીજી તરફ કોર્પોરેટર અને સ્થાનિકો સબ ઝોનલ ઓફિસને તાળા મારીને ધરણા પર બેઠા હતા. ડ્રેનેજ, રોડ, ખાડા સહિતની સમસ્યાઓની ફરિયાદ વાંરવાર કરવામાં આવી હતી, પરંતુ તંત્રના અધિકારીઓએ સાંભળી નહીંને અંતે આ પહલું લેવું પડ્યું છે, તેવું અપક્ષ કોર્પોરેટરનું કહેવું છે.
ભાજપના કોર્પોરેટરે અસારવામાં તાળાબંધી કરી
આ અગાઉ ભાજપના કોર્પોરેટરે અસારવામાં તાળાબંધી કરી હતી. ત્યારે આ વિવાદ વધુ વકરશે તેવી શક્યતાઓ વરતાઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ આ મામલે શું એક્શન લેશે તે હવે જોવાનું રહ્યું છે.

