Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad: Car collides with AMTS bus in Chandkheda

અમદાવાદ: ચાંદખેડામાં કારની AMTS બસ સાથે ભયાનક ટક્કર, અકસ્માતમાં એકનું મોત

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2025
લાઇવ ટીવીGoogle News
અમદાવાદ: ચાંદખેડામાં કારની AMTS બસ સાથે ભયાનક ટક્કર, અકસ્માતમાં એકનું મોત

રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આવી જ એક દુર્ઘટના અમદાવાદમાં સર્જાઈ છે.  અમદાવાદમાં વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે. મળતા અહેવાલ પ્રમાણે ચાંદખેડા વિસ્તારમાં આ દર્દનાક અકસ્માત સર્જાયો હતો.  અકસ્માત AMTS બસ અને કાર વચ્ચે સર્જાયો હતો. સ્થાનિકોનો દાવો છે કે અકસ્માત સર્જનાર કારચાલકે એક બાઈકને પણ ટક્કર મારી હતી.  પ્રાથમિક તપાસમાં જાણકારી મળી છે કે કારચાલકની બાજુમાં બેઠેલા વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે ડ્રાઈવર કારમાં ફસાઈ ગયો હતો જેને ગંભીર ઈજાઓ થઈ છે અને તેને બહાર કાઢવાના પ્રયાસ હાથ ધરાયા હતા. 

App Store

 કાર બસની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી

અકસ્માતની ઘટનામાં એકનું મોત નિપજ્યું છે. કાર બસની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી ભયાનક હતીકે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

કેવી રીતે થયો અકસ્માત 

માહિતી અનુસાર પૂરઝડપે કાર દોડી રહી હતી તે સમયે બાજુમાં એક લક્ઝરી બસ અને એએમટીએસની બસ પણ આવી જતા કારચાલક મુંઝાઈ ગયો અને કારને કાબૂમાં ન કરી શક્યો જેના કારણે કાર એએમટીએસ બસના પાછળના ભાગમાં ધડાકાભેર ઘૂસી ગઇ હતી.