અમદાવાદના પંચવટી ચાર રસ્તા પાસે કારમાં આગ લાગવાની ઘટના બની હતી. ચાલુ કારે આગ લાગવાથી અફરા તફરી મચી હતી. સદનસીબે કારમાં સવાર NRI પરિવારનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સમગ્ર દુર્ઘટનામાં કોઈને જાનહાનિ પહોંચી નથી.