અમદાવાદ: ઈસનપુરમાં યુવાનની હત્યા કરેલી હાલતમાં મળ્યો મૃતદેહ, મૃતકને તેની પત્ની સાથે હતો અણબનાવ

અમદાવાદમાં વધુ એક ક્રાઈમની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે શહેરના ઈસનપુર વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના ઇસનપુરના કેડિલા બ્રિજ નજીક અજીત ખાન પઠાણ નામના યુવકની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી.
તીક્ષ્ણ હથિયાર વડે યુવાનનું ગળું કાપીને હત્યા
ઉલ્લેનીય છે કે તીક્ષ્ણ હથિયાર વડે યુવકનું ગળું કાપીને હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.પ્રાથમિક અહેવાલ મુજબ મૃતક યુવકને તેની પત્ની વચ્ચે તકરાર ચાલતી હતી. જોકે હજી સુધી હત્યાનો ઠોસ કારણ જાણી શકાયું નથી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે.

