Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad 19 new gates of Sabarmati Vasna Barrage inaugurated

Ahmedabad વાસણા બેરેજના 19 નવા દરવાજા નંખાયા, સાબરમતી નદી ફરી પાણીથી છલકાશે; ચોમાસા પહેલા તંત્ર સજ્જ

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad વાસણા બેરેજના 19 નવા દરવાજા નંખાયા, સાબરમતી નદી ફરી પાણીથી છલકાશે; ચોમાસા પહેલા તંત્ર સજ્જ
સોર્સ : GSTV

અમદાવાદની શાન ગણાતી સાબરમતી નદી અને તેના રિવરફ્રન્ટના જળસ્તરને જાળવી રાખવા માટે મહત્વના એવા વાસણા બેરેજ ખાતે ચાલી રહેલું સમારકામનું મોટું ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. વાસણા બેરેજમાં રૂપિયા 10.15 કરોડના માતબર ખર્ચે 19 નવા દરવાજા નાખવાની તેમજ 10 ગેટનું રીપેરીંગ કરવાનું ભગીરથ કાર્ય સંપન્ન થયું છે. આ મહત્વની કામગીરી આટોપી લેવાયા બાદ હવે સાબરમતી નદીમાં ફરીથી દરવાજાની ઊંચાઈ સુધી પાણી ભરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે.

App Store

માત્ર 35 દિવસના ટૂંકા ગાળામાં રેકોર્ડબ્રેક કામગીરી

બુલેટ ગતિએ ચાલેલી આ કામગીરીની વિગતો મુજબ, વાસણા બેરેજના દરવાજાના વિવિધ ભાગોના ફેબ્રિકેશનની પ્રક્રિયા અગાઉથી જ ચાર માસના સમયગાળામાં પૂર્ણ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ ડેમમાંથી પાણી ખાલી કરીને મુખ્ય કામગીરી હાથ ધરાઈ હતી. પાણી ખાલી થયા બાદ માત્ર 35 દિવસના અત્યંત ટૂંકા અને મર્યાદિત સમયગાળામાં અંદાજે રૂ. 10.15 કરોડના ખર્ચે પાંચ હેવી ડ્યુટી મોબાઇલ ક્રેનની મદદથી 19 દરવાજા બદલવાની તેમજ 10 ગેટની રીપેરીંગ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે. આ આખી યાંત્રિક પ્રક્રિયા દરમિયાન અંદાજે 460 મેટ્રીક ટન જેટલા જંગી જથ્થામાં સ્ટ્રક્ચરલ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સિવિલ સ્ટ્રક્ચરનું પણ મજબૂતીકરણ કરાયું

બેરેજની મજબૂતી લોંગ ટર્મ સુધી જળવાઈ રહે તે માટે માત્ર યાંત્રિક કે મેકેનિકલ કામગીરી જ નહીં, પરંતુ સિવિલ વિભાગ દ્વારા પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. સિવિલ વિભાગે હયાત સિવિલ સ્ટ્રક્ચર (બાંધકામ) ના મજબૂતીકરણ માટે સમાંતર કામગીરી હાથ ધરી હતી, જેથી ભવિષ્યમાં પાણીના પ્રવાહના દબાણ સામે બેરેજ સુરક્ષિત રહી શકે. ઉલ્લેખનીય છે કે, વાસણા બેરેજ ખાતે પાણીના સંગ્રહ અને નિકાલની વ્યવસ્થા જાળવવા માટે અલગ-અલગ સાઈઝના કુલ 30 દરવાજાઓ કાર્યરત છે. જેમાં 60 ફુટ X 12 ફુટ સાઈઝના 24 નંગ, 60 ફુટ X 14 ફુટ સાઈઝના 2 નંગ તથા 60 ફુટ X 16 ફુટ સાઈઝના 4 નંગ ગેટનો સમાવેશ થાય છે. આ તમામ દરવાજાઓ હવે ચોમાસા પહેલા સંપૂર્ણ રીતે સજ્જ થઈ જતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.