Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Accidents are happening due to improper design of divider near Prerna Tirtha Derasar

Ahmedabad news: પ્રેરણા તીર્થ દેરાસર નજીક ડિવાઇડરની ડિઝાઇન યોગ્ય ન હોવાથી થઇ રહેલા અકસ્માત, સ્થાનિકોએ કરી આ માગ 

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદના પ્રેરણા તીર્થ દેરાસર નજીક ડિવાઇડરની ડિઝાઇન યોગ્ય ન હોવાથી અકસ્માત થઈ રહ્યા છે. દરરોજ ચારથી વધુ અકસ્માત સર્જાઈ રહ્યા હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આજે બપોર ના સમયે એક કાર ચાલકને ડિવાઈડર ન દેખાતા કાર પલટી ગઈ હતી. 

App Store

શહેરના પ્રેરણા તીર્થ દેરાસર નજીક અકસ્માતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ડિવાઇડરની ડિઝાઇન યોગ્ય ન હોવાથી દરરોજ ચારથી વધુ અકસ્માત સર્જાઈ રહ્યા હોવાનું સ્થાનિકોનું કહેવું છે. ડિવાઈડર પાસે ઝાડના કારણે યુ આકારનું ડિવાઇડર બનાવવામાં આવ્યું છે. પહેલા આ રીતે ડિઝાઇન ન હોવાથી અકસ્માત થતા નહોતા. આ ડિવાઇડર પાસે કોઈ બમ્પ કે કલર કરીને સાઈન બોર્ડ મૂકવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. આજે બપોરના સમયે એક કાર ચાલકને ડિવાઈડર ન દેખાતા કાર પલટી ખાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.