Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : ABVP's fierce agitation over stopping scholarships for SC-ST students in Gujarat

VIDEO: ABVPએ ગુજરાત સરકાર સામે બાંયો ચડાવી, પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી

Timeછેલ્લું અપડેટ : 13 Feb 2025
લાઇવ ટીવીGoogle News

ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય સામે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ સાથે કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માગ સાથે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, રાજકોટ, હિંમતનગર સહિત રાજ્યભરમાં અનેક જગ્યાએ ભાજપની વિદ્યાર્થી પાંખ (ABVP) દ્વારા SC-STના નર્સિંગ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતા વિરોધ નોંધવવામાં આવી રહ્યો છે. રોડ-રસ્તા ચક્કાજામ કરી, પૂતળું બાળવા સાથે સરકાર સામે સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. વિરોધ ઘટનાસ્થળે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ક્યાંક ક્યાંક પોલીસે કાર્યકર્તાઓને ટિંગાટોળી કરીને ઉઠાવ્યા હતા.

App Store

હિંમતનગરમાં હાઈવે જામ

હિંમતનગર ઉમાશંકર બ્રીજ મોતીપુરા સર્કલ પાસે ABVP અને નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. એસ.સી અને એસ.ટીના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ બંધ કરાતા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ABVP વિદ્યાર્થી પરિષદે હિંમતનગર બાયપાસ રોડ પર ચક્કાજામ કરી દેખાવો કર્યા હતા.  ઉલ્લેખનિય છે કે વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરાતા સરકાર સામે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હિંમતનગરમાં પણ નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા સરકાર સામે વિરોધ દર્શાવવા હાઈવે ચક્કાજામ કર્યો હતો. નર્સિંગના વિદ્યાર્થીઓની સાથે ABVP દ્વારા પણ એસ.સી અને એસ.ટીના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ બંધ થવા બાબતે વિરોધમાં જોડાયા હતા. 

જામનગરમાં ટ્રાફિક જામ

જામનગરમાં વહેલી સવારે જીજી હોસ્પિટલના ગેટ પાસે ABVPના 50થી વધુ કાર્યકરોએ પોસ્ટરો સળગાવી રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું હતું. આંદોલનને પગલે ટ્રાફિકજામ થયો હતો. 

વિદ્યાર્થી વિરોધી સરકાર હટાવો સાથે સુરતમાં પ્રદર્શન

સુરત શહેરમાં પણ ABVPના કાર્યકર્તાઓ  અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં યુનિવર્સિટીની બહાર એકઠા થયા હતા. તમામ લોકોએ "વિદ્યાર્થી વિરોધી સરકાર હટાવો", "શિક્ષણ અમારો અધિકાર છે", "જનજાતિ શિષ્યવૃત્તિ પાછી લાવો" જેવા સૂત્રોચાર કરીને સરકારના નિર્ણય સામે રોષ દર્શાવ્યો હતો. રસ્તા ઉપર બેસી જઈને વિરોધ દર્શાવ્યો