Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : AAP's aggressive entry from villages to cities: "Give up greed, bring change", a flood of promises for farmers and cattle ranchers

ગામડાંથી શહેર સુધી AAPની આક્રમક એન્ટ્રી: "લાલચ છોડો, પરિવર્તન લાવો", ખેડૂતો અને પશુપાલકો માટે વચનોની લ્હાણી

Timeછેલ્લું અપડેટ : 20 Apr 2026
લાઇવ ટીવીGoogle News
ગામડાંથી શહેર સુધી AAPની આક્રમક એન્ટ્રી: "લાલચ છોડો, પરિવર્તન લાવો", ખેડૂતો અને પશુપાલકો માટે વચનોની લ્હાણી
સોર્સ : GSTV

Gujarat Election 2026: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે ત્યારે આમ આદમી પાર્ટીએ આ વખતે પૂરી તાકાત સાથે ઝંપલાવ્યું છે. સમગ્ર રાજ્યમાં મનપા, નપા, તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો પરથી કુલ 5266 ઉમેદવારો AAPના ચિહ્ન પર ચૂંટણી લડી રહ્યા છે. પક્ષ દ્વારા ગુજરાતની જનતાને ભાવુક અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ લાલચમાં આવ્યા વગર એકવાર 'આપ' પર વિશ્વાસ મૂકે.

App Store

શિક્ષણ અને આરોગ્ય પર વિશેષ ભાર
AAPએ પોતાના ચૂંટણી એજન્ડામાં શિક્ષણને સૌથી ઉપર રાખ્યું છે. પક્ષે વચન આપ્યું છે કે રાજ્યમાં જ્યાં પણ શાળાઓની હાલત ખરાબ છે અથવા ઓરડાની ઘટ છે, ત્યાં અત્યાધુનિક બિલ્ડિંગો અને પૂરતા શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે. આરોગ્ય ક્ષેત્રે CHC અને PHC સેન્ટરોની કથળેલી હાલત સુધારી, લોકોને ઘરઆંગણે ગુણવત્તાયુક્ત સારવાર મળે તેની ખાતરી આપવામાં આવી છે.

ખેડૂતો અને પશુપાલકો માટે નવું આયોજન
ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે AAPએ 'ખેતરના રસ્તા' સુધારવાથી લઈને સિંચાઈની સુવિધાઓ વધારવાના વાયદા કર્યા છે. ખેડૂતોની આવક વધારવા માટે યોગ્ય બજાર વ્યવસ્થા અને ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા માટે પાણી સંગ્રહની નવી ટેકનોલોજીનો અમલ કરવાનું વચન આપ્યું છે. પશુપાલનને પ્રોત્સાહન આપી ગ્રામીણ પરિવારોની આવક બમણી કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

પારદર્શક વહીવટનો વાયદો
ચૂંટણી પ્રચાર દરમિયાન AAPના નેતાઓએ જણાવ્યું હતું કે, "અમે વચનબદ્ધ છીએ કે ગામ અને તાલુકાના અટકેલા કામો ભ્રષ્ટાચાર વગર, પારદર્શક રીતે અને ત્વરિત ગતિએ પૂર્ણ થશે." ગરીબી ઘટાડવા અને સમાજ કલ્યાણની યોજનાઓ સીધી છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે પક્ષે કટિબદ્ધતા દર્શાવી છે. હવે જોવાનું એ રહેશે કે ગુજરાતની જનતા આ 'પરિવર્તન'ના વાયદા પર કેટલો ભરોસો મૂકે છે.