VIDEO: ખેડૂતોની સહમતી વગર ગેસ લાઈન નાખવાના વિરોધમાં આવતીકાલથી AAP નેતા બ્રિજરાજ સોલંકીના આંદોલનના મંડાણ
સોર્સ : gstv
ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નો મુદ્દે આમ આદમી પાર્ટીએ હવે વધુ એક મોરચો ખોલ્યો છે. AAP યુવા મોરચાના પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ આક્ષેપ કર્યો છે કે, GSPL દ્વારા ખેડૂતોની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે તેમના ખેતરની નીચેથી ગેસ પાઈપલાઈન પસાર કરવામાં આવી રહી છે.આ અન્યાય સામે ખેડૂતોના હક માટે બ્રિજરાજ સોલંકી આવતીકાલથી પ્રતીકાત્મક આંદોલન પર બેસવાના છે. તેમણે રાજ્યભરના લોકોને આ લડતમાં જોડાવા ભાવભર્યું આમંત્રણ આપ્યું છે. સોલંકીએ ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી સરકાર આ બાબતે ખેડૂતોના હિતમાં લેખિત બાંહેધરી નહીં આપે ત્યાં સુધી આ આંદોલન અવિરત ચાલુ રહેશે.

