Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : A youth's body was found hanging on the 32nd floor of an under-construction scheme on SG Highway

VIDEO: એસજી હાઇવે પર નિર્માણાધીન સ્કીમમાં 32મા માળે યુવકનો મૃતદેહ લટકતો મળ્યો

Timeછેલ્લું અપડેટ : 12 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના એસજી હાઇવે પર નિરમા યુનિવર્સિટી સામે બની રહેલી નિર્માણાધીન સ્કીમમાં યુવકનો મૃતદેહ ક્રેન સાથે લટકતી હાલતમાં મળી આવતાં ચકચાર મચી છે. 32મા માળે ક્રેન સાથે યુવકનો મૃતદેહ મોડી રાતથી લટકતો હોવાની જાણકારી સામે આવી હતી. સવારે લગભગ 8 વાગ્યા સુધી પણ મૃતદેહ એ જ સ્થિતિમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસ અને સંબંધિત તંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ક્રેન પરથી મૃતદેહને સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ મૃતદેહ નીચે ઉતારવાની પ્રક્રિયા ચાલી રહી છે. પોલીસે ઘટનાને લઈ વધુ તપાસ શરૂ કરી છે અને યુવકની ઓળખ તથા ઘટનાના કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે..

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News