Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : A young man who was allegedly harassing a girl set himself on fire by pouring petrol on himself in the hospital.

Ahmedabad news: યુવતીની કથિત પજવણી કરી રહેલા યુવકે હોસ્પિટલમાં જ પોતાની જાત પર પેટ્રોલ છાંટીને આગ લગાવી, સારવાર દરમિયાન મોત

Timeછેલ્લું અપડેટ : 28 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news:  યુવતીની કથિત પજવણી કરી રહેલા યુવકે હોસ્પિટલમાં જ પોતાની જાત પર પેટ્રોલ છાંટીને આગ લગાવી, સારવાર દરમિયાન મોત
સોર્સ : gstv

 અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં ગુરુવારે સવારે એક સનસનાટીભરી અને ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં એક યુવતીની કથિત પજવણી કરી રહેલા યુવકે હોસ્પિટલમાં જ પોતાની જાત પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. આ ઘટનાને પગલે હોસ્પિટલમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આત્મદાહનો પ્રયાસ કરનાર યુવક ગંભીર રીતે દાઝી ગયો છે, જ્યારે જે યુવતી સાથે તેણે તકરાર કરી હતી તે આઘાતને કારણે બેભાન થઈ ગઈ હતી.

App Store

છ મહિનાની પજવણીનો ભયાવહ અંત

પોલીસના જણાવ્યા અનુસાર, ફતેવાડીમાં સમા સ્કૂલ પાસે આવેલા આફરીન ડુપ્લેક્સમાં રહેતી 28 વર્ષીય સલેહા અબ્દુલકાદર શેખ, સરખેજમાં આવેલી અલ-નૂર હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરે છે. છેલ્લા છ મહિનાથી તેના જ વિસ્તારમાં રહેતો કામરાન નામનો યુવક કથિત રીતે તેની સતત પજવણી કરી રહ્યો હતો.

ગુરુવારે સવારે લગભગ 8:30 વાગ્યે, કામરાન અલ-નૂર હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં સલેહા ડ્યુટી પર હતી. તેણે સલેહા સાથે કોઈ મુદ્દે દલીલ કરવાનું શરૂ કર્યું હતું. બંને વચ્ચે બોલાચાલી ઉગ્ર બનતા, કામરાને પોતાની સાથે લાવેલી પેટ્રોલની બોટલ કાઢી, પોતાના પર પેટ્રોલ છાંટ્યું અને લાઇટરથી આગ ચાંપી દીધી.

હોસ્પિટલમાં મચી ગઈ અફરાતફરી

આગની જ્વાળાઓમાં લપેટાયેલો કામરાન હોસ્પિટલમાં આમતેમ દોડવા લાગ્યો હતો અને તેણે હોસ્પિટલની મિલકતને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ તે સળગતી હાલતમાં જ બિલ્ડિંગની બહાર દોડી ગયો, પહેલા માળેથી નીચે કૂદી પડ્યો અને બાજુમાં આવેલા ડેન્ટલ ક્લિનિકમાં ઘૂસી ગયો, જ્યાં તેણે વધુ નુકસાન કર્યું હતું.

ટોપિક્સ:gstvgujaratahmedabad