VIDEO: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સામાન્ય ઓપરેશન બાદ યુવાનનું મોત
સોર્સ : gstv
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 21 વર્ષીય યુવરાજ નાડીયાના મોતને લઈને પરિવારજનોએ તબીબોની બેદરકારી અને સિક્યુરિટી સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારના જણાવ્યા મુજબ પ્લાસ્ટિક સર્જરીના સામાન્ય ઓપરેશન બાદ ત્રણ કલાકમાં યુવરાજનું મોત થયું હતું. એક મહિના સુધી બેડ ન હોવાનું કહી ત્રણ વખત પરત મોકલ્યાનો પણ આક્ષેપ છે. ઓપરેશન દરમિયાન આપવામાં આવેલા ઈન્જેક્શન બાદ યુવરાજ ભાનમાં ન આવ્યો હોવાનો પરિવારનો દાવો છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટે ઘટનાની યોગ્ય તપાસની ખાતરી આપી છે.

