Video: કોચરબ આશ્રમમાં લગ્ન પ્રસંગનો કાર્યક્રમ યોજાયો, વિડીયો વાયરલ થતાં કોંગ્રેસે લગાવ્યો આ આરોપ
સોર્સ : GSTV
મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ઐતિહાસિક કોચરબ આશ્રમ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આશ્રમની ગરિમાને ઠેસ પહોંચે તે રીતે ત્યાં એક લગ્ન પ્રસંગ યોજાયો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાને પગલે કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા છે કે, કોના કહેવાથી અને કોની મંજૂરીથી આ પવિત્ર સ્થળ પર ખાનગી આયોજન કરવામાં આવ્યું? રાજકીય વર્તુળોમાં પણ આ મામલે ચર્ચાઓ તેજ બની છે. કોંગ્રેસ નેતાઓએ ગાંધીવાદી મૂલ્યોના હનનનો આરોપ લગાવતા તંત્ર પાસે જવાબ માંગ્યો છે. જોકે, વાયરલ થઈ રહેલા આ વીડિયો અંગે GSTV પુષ્ટિ કરતું નથી.

