બગોદરા- ધોળકા હાઇવે પર ખાનગી લક્ઝરી બસે પલટી મારી, 22થી વધુ લોકોને ઈજા પહોંચી

અમદાવાદના બગોદરા- ધોળકા હાઇવે પર ખાનગી લક્ઝરી બસે પલટી મારી હતી. 22થી વધુ લોકોને ઈજા પહોંચી હતી.અકસ્માત બાદ લક્ઝરી બસનો ડ્રાઈવર ફારાર થઈ ગયો હતો. એટલું જ નહી લકઝરીના ડ્રાઈવરની સીટ પાસેથી દારૂની ખાલી બોટલ પણ મળી આવી હતી, તો મુસાફરોએ પણ આક્ષેપ કર્યા કે ડ્રાઈવર દારૂ પીને ગાડી ચલાવતો હતો.
મુસાફરોએ પણ આક્ષેપ કર્યા કે ડ્રાઈવર દારૂ પીને ગાડી ચલાવતો હતો
પોરબંદર જિલ્લાના ભગોદર ગામથી એમપીના મજૂરો ભરીને આ બસ જઈ રહી હતી. મળતા અહેવાલ પ્રમાણે ગાંગડ ગામ પાસે મધ રાત્રે બે વાગ્યે પલ્ટી મારી હતી.

