VIDEO: અમદાવાદને ૪૦૫ કરોડની ભેટ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે વિકાસકાર્યોના લોકાર્પણ!
સોર્સ : gstv
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અમદાવાદમાં ૪૦૫ કરોડના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રસંગે તેઓ એએમસી, ઔડા અને માર્ગ-મકાન વિભાગ અંતર્ગત આવતા પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ કરવા સાથે ૧૦૧ ઓક્સિજન પાર્ક અને ૪૨ કરોડના વાર્ષિક ખર્ચે તૈયાર કરાયેલી ૮૦ નવી એસી ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસોને ખુલ્લી મુકશે. આ ભવ્ય હરિયાળી ઝુંબેશ હેઠળ અમદાવાદમાં ૨૨.૭૧ લાખથી વધુ અને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ૧૫.૯૬ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. લોકાર્પણ કાર્યક્રમ બાદ અમિત શાહ ગોતા-ગોધવી કેનાલ, ભાડજ, સરખેજ અને વાડજ વિસ્તારોમાં રૂબરૂ જઈને વૃક્ષારોપણ કરશે. સમગ્ર વૃક્ષારોપણ અને તેના જતનની કામગીરી આઈટીસી ઇન્ડિયા, શીતળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓટોમોબાઇલ ડીલર્સ જેવી જાણીતી એજન્સીઓના સહયોગથી હાથ ધરવામાં આવશે.

