VIDEO: પ્રદેશ પ્રભારી તરુણ ચુગની અધ્યક્ષતામાં કમલમ ખાતે સંગઠનાત્મક બેઠકોનો ધમધમાટ
સોર્સ : gstv
ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે આજે સંગઠનાત્મક બેઠકોનો ધમધમાટ જોવા મળ્યો હતો. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રભારી તરુણ ચુગ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં બે મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ બેઠકમાં ગુજરાતના તમામ જિલ્લા અને શહેરના પ્રભારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સ્થાનિક સ્તરે પાર્ટીની કામગીરી અંગે રીવ્યુ લેવાયો હતો. ભોજન બાદ યોજાયેલી બીજી બેઠકમાં જિલ્લા, શહેર અને પ્રદેશ મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ અને પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકોમાં આગામી રાજકીય આયોજનો, સંગઠનને વધુ મજબૂત કરવા અને વિવિધ મોરચાની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

