Ahmedabadના નરોડામાં નજીવી બાબતે મારામારીની ઘટના, સાળા-બનેવી સહિત ત્રણ વ્યક્તિ પર જીવલેણ હુમલો
સોર્સ : gstv
અમદાવાદના નરોડા વિસ્તારમાં નજીવી બાબતે મારમારીની ઘટના સામે આવી છે. 'અહીંયા કેમ બેઠા છો?' તેમ કહી અજાણ્યા શખ્સોએ સાળા-બનેવી સહિત ત્રણ વ્યક્તિઓ પર દંડાથી જીવલેણ હુમલો કર્યો છે. આ હુમલામાં ફરિયાદીને ગંભીર ઈજાઓ પહોંચી છે.આરોપીઓએ માર મારવા સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના પણ આક્ષેપ થયા છે. હાલ સમગ્ર મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

