Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : A big decision of Ahmedabad DEO for the mental health of students! Now 'Project Sarathi' started in government schools

VIDEO: વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે અમદાવાદ DEOનો મોટો નિર્ણય! હવે સરકારી શાળાઓમાં શરૂ થયો ‘પ્રોજેક્ટ સારથિ’

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આજના સ્પર્ધાત્મક યુગમાં પરીક્ષા, કારકિર્દી અને સોશિયલ મીડિયાના દબાણ વચ્ચે વિદ્યાર્થીઓ માનસિક તણાવ અને ચિંતાનો ભોગ બની રહ્યા છે. ખાનગી શાળાઓની જેમ હવે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓને પણ માનસિક ટેકો મળશે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા એક ખાસ અભિયાન ‘પ્રોજેક્ટ સારથિ’ શરૂ કરવામાં આવ્યું છે.આ પ્રોજેક્ટ અંતર્ગત શિક્ષકોને વિશેષ કાઉન્સેલિંગ તાલીમ આપવામાં આવી રહી છે, જેથી તેઓ વિદ્યાર્થીઓના વર્તનમાં આવતા બદલાવ અને તેમની મુશ્કેલીઓને વહેલી તકે ઓળખી શકે. જરૂર પડ્યે વિદ્યાર્થીઓને નિષ્ણાત કાઉન્સેલર્સની મદદ પણ અપાશે. આ પહેલનો મુખ્ય હેતુ શાળામાં સુરક્ષિત અને સંવેદનશીલ વાતાવરણ ઊભું કરવાનો છે, જેથી દરેક વિદ્યાર્થી આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકે.

App Store