Ahmedabad news: સાબરમતી નદીમાં ન્હાવા પડેલા 4 યુવકો ડૂબ્યાં, બેના મોત

ધૂળેટીના પર્વે અમદાવાદ શહેરમાં કરૂણ ઘટના બની છે. અમદાવાદના કોતરપુરમાં નંદીગ્રામ પાસે સાબરમતી નદીમાં નાહવા પડેલા ચાર યુવકો ડૂબ્યા હતા. જેમાંથી બે યુવકોના પાણીમાં જ ડૂબી જતાં મોત જયારે બે યુવકો બચાવી લેવાયા છે. આ ચારેય યુવકો કુબેરનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા મૃતકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે.
અમદાવાદના સીતાપુર ગામે ત્રણ બાળકોના મોત
અમદાવાદના માંડલના સીતાપુર ગામે ધૂળેટીની ઉજવણી બાદ ઝોલાસર તળાવમાં 5 જેટલા બાળકો નાહવા પડ્યા હતા. આ દરમિયાન ત્રણ બાળકોના ડૂબી જતાં મોત થયા છે. જ્યારે અન્ય બે બાળકોને હેમખેમ બહાર કઢાયા હતા. ઘટનાની જાણ હાંસલપુર પોલીસ મથકને થતાં પોલીસ તાત્કાલિક દોડી જઈ કાર્યવાહી કરી હતી. ત્રણેય બાળકોના મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે સીતાપુર સહિત સમગ્ર પંથકમાં શોકની લહેર છવાઈ ગઈ છે. પરિવારોમાં અરેરાટી મચી જવા પામી છે ગામમાં શોકનું વાતાવરણ છવાયું છે.

