VIDEO: અમદાવાદના ચાંગોદરમાંથી 39 કરોડનો ગેરકાયદે ફટાકડાનો 39.57 કરોડનો જથ્થો ઝડપાયો
સોર્સ : gstv
અમદાવાદમાં બપે ગોડાઉનમાંથી ગેરકાયદેસર ફટાકડાનો વિશાળ જથ્થો ઝડપાયો છે. અમદાવાદ ગ્રામ્યની ચાંગોદર પોલીસે બાતમીના આધારે મોડાસર ચાર રસ્તા નજીક આવેલ 'અંબિકા ટ્રેડ લિંક'ના બે ગોડાઉન પર દરોડો પાડીને . 39.57 કરોડની કિંમતનો 65 હજાર 954 કાર્ટન ગેરકાયદેસર ફટાકડાનો વિપુલ જથ્થો સીઝ કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે લાયસન્સ રિન્યુ કરાવ્યા વગર જ અગ્નિશામક સુવિધાઓ તથા વોટર સ્પ્રિન્કલર સિસ્ટમ વગર અત્યંત અસુરક્ષિત રીતે પતરાના શેડમાં કાપડ બાંધીને આ સ્ટોક રાખવામાં આવ્યો હતો. આ ગંભીર બેદરકારી બદલ પોલીસે પરવાનાધારક અંકિતકુમાર નરેન્દ્ર મોદી અને મેનેજર કિશનભાઈ રમાભાઈ પટેલ સામે BNS ની કલમો તથા વિસ્ફોટક અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

