VIDEO : અમદાવાદમાં 34 વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ, પત્નીની હત્યા કરી લાશ ખાળકૂવામાં દાટનાર પતિ અને જેઠ ઝડપાયા
અમદાવાદના વટવા વિસ્તારમાં ૩૪ વર્ષ પહેલાં થયેલી મર્ડર મિસ્ટ્રીનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે પતિ સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. વર્ષ ૧૯૯૨માં ફરઝાના રાધનપુરી નામની યુવતીની તેના પતિ શમશુદ્દીન ખેડાવાલા, જેઠ ઈકબાલ અને મિત્ર અબ્દુલ કરીમે ગળું દબાવી ક્રૂર હત્યા કરી હતી. પરિણીતાના દેહ વ્યાપારના વ્યવસાયથી કંટાળીને પતિએ સાથીદારો સાથે મળી આ કાવતરું રચ્યું હતું અને લાશને ઘરના ખાળકુવામાં દાટી દીધી હતી. ક્રાઈમ બ્રાન્ચે ખાળકુવામાંથી માનવ અવશેષો શોધી કાઢી ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા હતા. મૃતક ફરઝાનાના વતન ધોળકા જઈ તેના ભાઈના DNA સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે કૂવામાંથી મળેલા અવશેષો સાથે મેચ થતા હત્યાનો ગુનો સાબિત થયો છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે શમશુદ્દીન અને ઈકબાલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

