VIDEO: ધોળકાના ખરાંટી ગામે તળાવમાં ડૂબી જવાથી ૩૨ વર્ષીય યુવકનું કરુણ મોત
સોર્સ : gstv
ધોળકા તાલુકાના ખરાંટી ગામે તળાવમાં માછલી પકડવા ગયેલા ૩૨ વર્ષીય કેતન બાકરોલીયાનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે....૧૫ સપ્ટેમ્બરે પગ લપસી જવાથી તેઓ ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા...ધોળકા નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા બે દિવસની ભારે જહેમત બાદ તેમનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આ અંગે મૃતકના પિતાની જાણકારીના આધારે કોઠ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યુવકના આકસ્મિક અવસાનથી પરિવારમાં શોક છવાયો છે.

