મહાદેવ એપ કૌભાંડ મામલો : ગુજરાતના એક હજાર ખાતામાંથી 200 કરોડ દુબઈ મોકલાયા

મહાદેવ એપના 20 હજાર કરોડના ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબેટિંગ કૌભાંડમાં ગુજરાતના ખંજન ઠક્કર અને રમેશ ઠક્કરની કાકા-ભત્રીજાની જોડીની સંડોવણી બહાર આવી છે. રમેશ ઠક્કર અને તેના ભત્રીજા ખંજન ઠક્કરે અંદાજે 200 કરોડ રૂપિયા દુબઈ ટ્રાન્સફર કર્યા હોવાનું સામે આવ્યું છે.
કાકા-ભત્રીજાની જોડીની સંડોવણી
ખંજન ઠક્કર દુબઈમાં રહે છે, જ્યારે ખંજન ઠક્કરના કાકા રમેશ ઠક્કર અમદાવાદમાંથી હવાલાની રકમ ટ્રાન્સફર કરતા હતા, પણ EDને ખબર પડી જતાં તેઓ ફરાર છઈ ગયા છે. ગુજરાતમાં જ 1000 બેન્ક એકાઉન્ટ ખોલાવીને હવાલાની રકમો દુબઈ ટ્રાન્સફર કરવામાં આવી છે. તેમાં સૌખી મોટી ભૂમિકા ખંજન અને રમેશ ઠક્કરની છે. મહાદેવ એપના 20 હજાર કરોડ રૂપિયાના ઈડીના અધિકારીઓએ અત્યાર સુધીમાં 11 જે આરોપીઓ અને હવાલા ઓપરેટરોની ધરપકડ કરી છે. અમદાવાદ, મુંબઈ, દિલ્હી સહિતનાં મોટાં શહેરો છત્તીસગઢમાં દરોડાની કાર્યવાહી સાથે તપાસ ચાલી રહી છે. આ તપાસ દરમિયાન ગુજરાતના હવાલા ઓપરેટરો અને બુકીના નામો બહાર આવ્યા છે.
મહાદેવ એપના પ્રમોટર રવિ ઉત્પલ અને સૌરભ ચંદ્રાકાર માટે કામ કરતા ગુજરાતના હવાલા ઓપરેટરોએ ગુજરાતમાં જ 1000 બેંક એકાઉન્ટ ખોલાવીને હવાલાની કરોડોની રકમ દુબઈ ટ્રાન્સફર કરી છે. દુબઈમાં મહાદેવ એપના ઓપરેટર તરીકે કામ કરતા ખંજન ઠક્કરના કાકા અમદાવાદમાં વર્લ્ડ કપની મેચો દરમ્યાન હવાલા પાડતા હતા. આ રીતે મળેલી રકમમાંથી અંદાજે 200 કરોડ રૂપિયા દુબઈ ટ્રાન્સફર કરી દીધા હતા.
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ સ્મગલરનું હબ!, મહિલાના બેગમાંથી 50 લાખનું સોનું ઝડપાયું
આ રકમ ટ્રાન્સફર કરવા માટે અમદાવાદ સુરત રાજકોટ ભાવનગર અને કચ્છમાંથી 1000 જેટલા બેન્ક ખાતા ખોલાવવામાં આવ્યા હતા. ઈડી દ્વારા અત્યારસુધીમાં ગુજરાત, મુંબઈ, દિલ્હી છત્તીસગઢ સહિતના અનેક રાજ્યોમાં દરોડા પાડીને હવાલા ઓપેરટરોની 2295 કરોડની મિલ્કતો જપ્ત કરાઈ છે, તેમની પૂછપરછમાં મહત્ત્વની કડીઓ મળી છે. તેના આધારે કોલકાત્તાના ગોવિંદ કુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. મહાદેવ એપ સાથે સ્કાય એક્સેન્જ અને લોટસ 36ટીનો પણ ઉપયોગ કરાતો હતો.
અમિત મજેઠિયાને ડિપોર્ટ કરાય એ પહોલાં દુબઈથી વિદેશ ભાગી ગયો
મહાદેવ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરને મદદ કરનાર અમિત મજેઠીયા પણ ગુજરાતી છે, ઈડીએ તેની ધરપકડ કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે. અમિત દુબઈમાં છુપાયો હતો, પરંતુ ત્યાંથી તેને ડિપોર્ટ કરી દેવામાં આવશે એવું લાગતાં ભાગીને અન્ય કોઈ સ્થળે વિદેશમાં છુપાઈ ગયો છે, અમિત મજેઠીયાએ 2019માં મહાદેવ એપ ચાલું કરવા માટે સૌરભ ચંદ્રાકારને મદદ કરી હતી, તેની સામે પણ અમદાવાદ અને સુરતમાં ગુના દાખલ થયેલા હોવાથી પોલીસના હાથમાં હજુ આવ્યો નથી. માત્ર હવાલા ઓપરેટરો જ નહીં ક્રિકેટરો અને બોલીવુડની હસ્તીઓના નામ પણ મહાદેવ ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગમાં બહાર આવ્યાં છે.

