અમદાવાદ/ રોહન ગુપ્તાનું કોંગ્રેસમાંથી રાજીનામું, બળાપો ઠાલવતા જણાવ્યું ‘મારી સાથે દગો કરવાનું વ્યવસ્થિત ષડયંત્ર રચાયું,

લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે અને ગુજરાતમાં 26 બેઠકો માટે સાતમી મેએ મતદાન થવાનું છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસમાંથી રાજીનામાનો દોર યથાવાત છે. ગુજરાત કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાએ આજે રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે રોહન ગુપ્તાને પૂર્વ બેઠક ટિકિટ આપી હતી પણ પરંતુ તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી.
શું કહ્યું રોહન ગુપ્તાએ?
પોતાનું રાજીનામું આપીને રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસથી મારી અને મારા પરિવારની છબિ બગાડવાના પ્રયાસો થઇ રહ્યા હતા. સિનિયર નેતાઓ તરફથી બેફામ નિવેદનો કરવામાં આવી રહ્યા હતા જેનો મને આઘાત લાગ્યો. તેમણે મારા વ્યક્તિગત જીવન પર ટિપ્પણીઓ કરી હતી. આ મારા અને મારા પરિવાર માટે કપરો સમય છે. એક નેતાના અહંકારી અને અસંસ્કારી વર્તનથી પાર્ટીને નુકસાન થઇ રહ્યું છે. યથિત થઇ ગયેલા રોહન ગુપ્તાએ કહ્યું કે મારી સાથે દગો કરવાનું વ્યવસ્થિત ષડયંત્ર રચવામાં આવ્યું છે. મારે મારો અવાજ ઊઠાવવો જરૂરી છે.
કોંગ્રસ નેતાના વળતા પ્રહાર
આ સામે કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે રોહન ગુપ્તા પર વળતા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે રોહન ગુપ્તાને ખબર હતી કે તેમણે આ બેઠક છોડવી પડશે જેના લીધે તેમણે પહેલાથી જ નામ પાછું ખેંચી લીધું હતું. રોહન ગુપ્તાની વફાદારી શંકાસ્પદ હતી. તેમનું પાર્ટી છોડીને જતાં રહેવું કોંગ્રેસ માટે કોઇ ઝટકો નથી. તેને કોઈ ફેર પડવાનો નથી. રોહન ગુપ્તા કોંગ્રેસમાં નેશનલ સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર હતા.

