Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / વિક્રમ વકીલ : Morarji Desai's stubbornness remained till the end

GSTV શતરંગ / મોરારજી દેસાઈનું અક્કડપણું છેવટ સુધી રહ્યું હતું

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2025
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ / મોરારજી દેસાઈનું અક્કડપણું છેવટ સુધી રહ્યું હતું
સોર્સ : gstv

- હરતાં ફરતાં

App Store

મોરારજી દેસાઈ ૮૧ વર્ષની ઉંમરે વડાપ્રધાન બન્યા ત્યારે ઘણા લોકોને લાગ્યું કે હવે તે સહેજ કૂણા પડયા હશે. પણ અવું નહોતું. તે પહેલાં જેવા જ જિદ્દી, આખાબોલા રહ્યા અને પોતાનો જ કક્કો હંમેશા સાચો હોય છે અવી તેમની દ્રઢ માન્યતા વડા પ્રધાન બન્યા પછી પણ અકબંધ રહી હતી. મોરારજી દેસાઇએ પણ પુરોગામી ઇંદિરાની માફક સવારે લોકદરબાર ભરવાનું શરૂ કર્યું. એક મહિલા પત્રકારે લખ્યુ કે 'ઇંદિરાજી લોકદરબારમાં જેટલાં આકર્ષક અને મોહક લાગતાં એટલા બીજે ક્યાંય ન લાગતાં. જ્યારે મોરારજી દેસાઈ બીજે ક્યાંય જેટલા ઘાંઘા અને જક્કી નથી હોતા એટલા લોકદરબારમાં હોય છે.' આ અહેવાલ છપાયો એ જ દિવસે એ મહિલા પત્રકારને વડાપ્રધાન સમક્ષ ખડી કરવામાં આવી. નવાઇની વાત એ હતી કે મોરારજીભાઈને 'ઘાંઘા અને જક્કી' એ વિશેષણો બાબતે કોઈ જ ફરિયાદ નહોતી. તેમને એ અહેવાલમાં લખાયેલી બીજી અક વાતે વાંધો પડી ગયેલો. પેલી પત્રકાર હાજર થઇ કે તરત મોરારજીભાઈઅ તડાફડી શરૂ કરી : ''આફ્ટર-શેવ? હું સરસ મજાના આફ્ટર-શેવ લોશનમાં મધમધતો હતો?'' કરકાડીભરી નજરે મહિલા પત્રકાર સામે જાયા બાદ મોરારજીભાઇએ પૂછયું : ''એવું લખવાની તને શી જરૂર પડી'' મોરારજીભાઈ નખશિખ ગાંધીવાદી હતા. ક્રેમલિન જઇને પણ ચરખો કાંતનારા માણસ હતા. તેઓ દાઢી પણ સાબુ વગર, માત્ર પાણી લગાડીને કરી લેવા બદલ જાણીતા હતા અને તેમના વિશે એવું છપાયું કે મોરારજીભાઈ ઇમ્પોર્ટેડ આફ્ટર-શેવ લોશન વાપરે છે! સહેજ ડરી ગયેલી પત્રકારે બચાવમાં કહ્યું : ''એ તો એક નિરીક્ષણ હતું. તેનું કોઈ મહત્ત્વ નહોતું.'' મોરારજી દેસાઈ બોલ્યા : ''હમણાં એક અમેરિકન પત્રકારે લખ્યું કે હું દિવસમાં ચાર વાર કપડાં બદલું છું. આ પ્રકારની વાતોને કારણે મારી એક વિચિત્ર છાપ ઊભી થાય છે.''

ફેશન સ્પેશિયલ અંકમાં ફેશનના ચિત્ર-વિચિત્ર સમાચાર

લંડનમાં એક સાપ્તાહિકે ફેશન સ્પેશિયલ નામનો અંક કાઢયો અને વાચકોને સાચા પણ વિચિત્ર ફેશનના સમાચાર મોકલવા સૂચવ્યું તો આવા જવાબ આવ્યા થ (૧) નિકોલસ ડાયનેસ ગ્રેસી નામના ફેશન ડિઝાઇનરે 'ક્લોધોથેરપી' બ્રાન્ડનાં વસ્ત્રો કાઢયાં છે, જે પહેરવાથી જાડી સ્ત્રી પાતળી થાય છે. (૨) બ્રિટનમાં ૧૦ ટકા સ્ત્રીપુરુષો નાઇટ ડ્રેસમાં હોય ત્યારે તેમનાં ખૂન થાય છે. (૩) મિલિટરી દરજીઓએ કોમોફ્લેજ બ્રેસિયર (હુમલો કરતી વખતે પહેરવાનાં ગુપ્ત મિલિટરી વસ્ત્રો) તૈયાર કરી છે અને ગન બેરલ લૂછવાના પોતામાંથી કપડાનાં નેકલેસ બનાવ્યો છે. (૪) ડાર્ટમૂર નેશનલ પાર્કની ગાયો ધોરી રસ્તા ઉપર રખડતી હોય છે. રાત્રે ટ્રક નીચે એ ગાયો અંધારામાં ચગદાઈ ન જાય તે માટે ગાયના પગમાં પહેરાવવાનાં ખાસ કલરનાં ફેશનેબલ મોજાં રૂ. ૧ લાખને ખર્ચે તૈયાર કરાવ્યાં છે! (૫) બ્રિટનની હોલો વે ગામની જેલની મહિલા કેદીઓઅ કેદની ડયુટીમાં બનાવેલાં વસ્ત્રોની ફેશન પરેડ જેલમાં થઈ હતી અને સ્ત્રી કેદીઓ જ મોડેલ બની હતી.

શેરબજારના રોકાણમાં પણ નૈતિકતા!

અમેરિકામાં ન્યુ યોર્કની શેરબજારમાં ''ઍથિકલ ઇન્વેસ્ટમેન્ટ સર્વિસ'' (નૈતિક મૂડી રોકાણ સેવા) નામની દલાલની પેઢી છે. ઘણા અમેરિકનો દારૂ બનાવતી કંપનીમાં મૂડી રોકવાની સ્પષ્ટ ના કહે છે. અમુક શાકાહારી અમેરિકનો તો ડેરી ઉદ્યોગ કે માંસ વેચનારી કંપનીમાં મૂડી રોકવાની ના કહે છે. અમુક અમેરિકનો કુદરતી આહારના આગ્રહી છે તે ફ્રૂટ ઉગાડનારી કે વેચનારી કંપનીના શેરો ખરીદવા રાજી હોય છે. પણ પ્રોસેસ્ડ ફૂડની કંપનીના શેરો ખરીદવા તૈયાર નથી.

તરંગી પૈસાદારોની અજબ-ગજબ વાતો

દેશી રજવાડાંના ફતનદેવાળિયા રાજવીઓની ઘણી વાતો આપણી જાણમાં છે. અલવરના રાજાએ કૂતરા-કૂતરીના વાજતેગાજતે લગ્ન કરાવ્યાં હતાં. ઘણા રાજાઓના દાંત પડી ગયા ત્યારે રાષ્ટ્રીય (એમના રજવાડા પૂરતો) શોક જાહેર કરાયો હતો. આવું બધું ભારતમાં જ થતુ હતું એવું નથી. પતિયાળાના મહારાજા એમના સમયમાં એટલે કે ૧૯૨૦ના દાયકામાં ઇંગ્લેન્ડથી બસ્સો પાઉન્ડની એક ચડ્ડી મગાવીને પહેરતા હતા. વર્ષદહાડે એમનું ચડ્ડીઓનું બિલ ૩૧ હજાર પાઉન્ડ થતું હતું. એટલે કે તેઓ વર્ષની કુલ ૧૫૫ નિકર પહેરતા હતા. બેનેટ ઍન્ડ કોલમેન કંપની જેમના નામથી ઓળખાય છે અને જેમને ઇંગ્લેન્ડ અને તેનાં સંસ્થાનોમાં ટાઇમ્સ નામથી દૈનિકો શરૂ કર્યા હતાં તેમાંના અમેરિકન ન્યુઝપેપર ટાઇકૂન જેમ્સ ગોર્ડન બેનેટ પોતાની વિહારનૌકા લિસિસ્ટ્રાટા પર એક તંદુરસ્ત દૂઝણી ગાય બાંધતા હતા. એ ગાયનું તાજું દૂધ અને માખણ એ આરોગતા હતા અને બ્રાન્ડીની જુદી જુદી કોકટેલમાં પણ એ દૂધ વાપરતા હતા અને આ ટાઇમ્સ ન્યુઝપેપરનો પણ કેવો સુગંધી કાળ હતો. ચેટ્સવર્થ, નોસલી અને રૂફોર્ડ નામનું ધનિક કુટુંબ સવારમાં ધ ટાઇમ્સ વાંચવાની શરૂઆત કરે એ પહેલાં ઘરના નોકરો છાપા પર બરોબર ઇસ્ત્રી ફેરવે, તેનાં પાનાંને અકસાથે સીવીલે અને પછી અત્તર છાંટીને સુગંધિત બનાવે એ પછી જ ચેટવર્થ નોઝલી કુટુંબ એ છાપું વાંચવાની શરૂઆત કરતા હતા.

વિચિત્ર પ્રકારની વિકૃતિ

ઓસ્ટ્રેલિયાના કૂક નામના ગામમાં ટોમસ બ્રુકમેન નામના ૨૪ વર્ષના યુવકે અક રાત્રે ૩૧ વર્ષની અક મહિલાના ઘરનું તાળું તોડીને પ્રવેશ કર્યો. મહિલાની પથારી પાસે જઈને સૂતેલી મહિલાના ખુલ્લા પગના તળિયા સાથે ટોમસે સુપર ગ્લૂ નામના ગુંદર વડે પોતાનો ગાલ ચોંટાડી દીધો. સવારે મહિલા જાગી અને તેણે રાડારાડ કરી, પોલીસ બોલાવી અને પોલીસે ઇમરજન્સી સર્જન બોલાવ્યા. ટોમસના ગાલને મહિલાના પગ નીચેથી ઉખેડતાં તેમને ત્રણ કલાક લાગ્યા, કારણ પૂછતા ટોમસે પોલીસને જણાવ્યુ કે તેને તેમાં જાતીય સુખ મળે છે.

-વિક્રમ વકીલ