Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / ભદ્રયુ વચ્છરાજાણી : To live like our 'Jai Bhagwan'! Bhadrayu Vachhrajani

શતરંગ / જીવવું હોય તો અમારા ‘જય ભગવાન’ જેવું!

Timeછેલ્લું અપડેટ : 22 Jun 2024
લાઇવ ટીવીGoogle News
શતરંગ / જીવવું હોય તો અમારા ‘જય ભગવાન’ જેવું!

- વિચારોના ઓટલેથી

App Store

શિક્ષકોના ભાઈબંધો પણ શિક્ષકો જ હોય.  શિક્ષકો માટે પેપર જોવા એ થોડો કંટાળાનો વિષય ગણાય. 

આપણે ભગવાનને મળી રહ્યા છીએ અને તેના ભગવાનપણાની વાતો કરી રહ્યા છીએ… ભગવાન મારા-તમારા જેવા શિક્ષક હતા એટલે તેઓની કથા અહીં માંડી છે. આ કથા સત્ય-કથા છે અને તે વાંચીને આપણને થાય કે  જીવવું હોય તો અમારા ‘જય ભગવાન’ જેવું !!!
 
જય ભગવાન વિરલ વ્યક્તિત્વ હતા એ અમને ઘણી મોડી ખબર પડી. એમનામાં કોઈ દૈવી વાતો બેઠી હતી, એનો પણ અમને પછી ખ્યાલ આવ્યો. કારણ કે એ ક્યારેય ગંભીર અવસ્થામાં અમારી સામે આવ્યા જ નહોતા. સદા ખુલ્લા મોઢે હસનારા અને ખડખડાટ હસતા હસતા પોતાની ટાલ અને દાઢી ઉપર હાથ ફેરવનાર જય ભગવાન અમારી સાથે ક્યારેય  દુઃખદર્દવાળા જોવા મળ્યા નથી. 
 
અમે બધા શિક્ષકો. શિક્ષકોના ભાઈબંધો પણ શિક્ષકો જ હોય.  શિક્ષકો માટે પેપર જોવા એ થોડો કંટાળાનો વિષય હોય. પણ અમને ક્યારેય  કંટાળો ન લાગ્યો, એનું કારણ એ કે ભગવાન પેપર જોવાના દિવસોમાં અમારી સાથે ને સાથે હોય.  દિવસના સ્કૂલેથી છૂટે અને સાંજ પડે એટલે ભગવાન થેલીમાં પેપર લઈને અમારા ઘરે આવે અને સૌ મિત્રોને ભેગા કરે.અમારું શિશકવૃંદ અમારા મકાનમાં નીચે ડાયરો જમાવે. બધા પોતપોતાના પેપર લઈને આવ્યા હોય પણ વાતોચીતો અને ટોળટપ્પામાં એટલો બધો સમય જાય કે કોઈ પેપર બહાર પણ ન કાઢે.!! થોડી થોડી વારે ભગવાન એવું યાદ અપાવે કે,  આપણે પેપર જોવાના છે હો .. અને એવું કહીને પાછા કહે કે,  જરાક ચા પી લઈએ પછી પેપર કાઢીએ. ચા બનાવતા બનાવતા ભગવાનને વિચાર આવે કે,  ઈચ્છા હોય તો થોડા ભજીયા બનાવી નાખીએ.. એટલે જે બહેનો હોય તેની સાથે ભગવાન પોતે મિક્સ  ભજીયા બનાવવામાં લાગી જાય. એ બધું પૂરું થાય અને બધા ભજીયા અને ચા ની ઉજાણી પૂરી કરે એટલે ભગવાન ફરી વાર યાદ આપે કે, આપણે પેપર જોવાના છે હો ! અને અમારા જૂથમાંથી કોઈ વળી સંન્નિષ્ટ  હોય તો બે-ચાર  પેપર જોવા લાગે. 
 
ભગવાન ઓશોપ્રેમી  એટલે સુંદર મજાની ઓડીઓ કેસેટ (એ સમયમાં હતી) માં ઓશોનું  કોઈ સુંદર  વક્તવ્ય વગાડે અને કહે આ વાત સાંભળી લઈએ પછી પેપર જોઈએ.!! ઓશો વચન શરુ થાય કે તરત જ ભગવાન પલાંઠી મારી આંખ બંધ કરીને બેસી જાય !!! ભગવાનની દાઢી એવી કે આપણને બાજુમાં ઓશો ખુદ બેઠા હોય એવું જ ભાસે !! ભગવાને તો આવીને પેપરવાળી થેલી એક ખીંટી  ઉપર ટીંગાડી  દીધી હોય. એ હજી ખીંટી  ઉપરથી નીચે ન આવી હોય. ઓશોનુ વક્તવ્ય પૂરું થાય એટલે ભગવાન હસતા હસતા એમ કહે કે,  સુંઠ નાખેલો ગરમાગરમ શિરો ખાધો હોય તો મજા આવે અને એની વાતને બધા જ લોકો ટેકો કરે અને ફરી એકવાર એક નાનકડું જૂથ રસોડામાં પહોંચી જાય. સંગીત વાગતું રહે ને એમ કરતા કરતા લગભગ રાતનાં બે કે અઢી  વાગે એટલે પછી ભગવાન એવું કહે,  હવે અત્યારે પેપર ન જોવાય. વિદ્યાર્થીઓને અન્યાય થાય. ઊંઘમાં ઓછા માર્ક અપાય જાય તો એ સારું ન કહેવાય એટલે પછી અમારો દિવસ આટોપાઈ જાય. બે કે ત્રણ  દિવસ આવા જાય પછી ખીંટી  ઉપરથી પેપરની થેલી ઉતારીને ભગવાન પોતાના ઘરે વિદાય થાય. 
 
આ ભગવાન આમ તો ‘મિસ્ટિક” હતા,  અજબનું  રહસ્યમય વ્યક્તિત્વ હતા. એ એવું જીવન જીવતા હતા કે આપણને આશ્ચર્ય થાય. ઘરે આવે અને રાત રોકવાના હોય તો એ ડ્રોઈંગ રૂમની અંદર નીચે સુઈ જાય. એને ઓશિકાની એ જરૂર નહિ, એને ચટ્ટાઈની જરૂર નહીં. અને નીચે સૂઈને પછી પગ ઉપર પગ ચડાવી દે, જેવી રીતે  ભાલકા તીર્થ પાસે ભગવાન શ્રી કૃષ્ણ બેઠા છે એવી અદામાં લંબાવે  અને થોડી વારમાં એને ઊંઘ પણ આવી જાય. વહેલી સવારે અમે ઉઠીએ કે ભગવાન સાથે ચા પાણી પીએ ત્યાં તો  રૂમ ખાલી હોય. જરા બહાર જઈને જુઓ તો સાઈકલ પણ ન હોય. ભગવાન પોતાની માયા સંકેલીને ફરી એક વાર પોતાના  ઘરે પહોંચી ગયા હોય. બીજી વખત આવે ત્યારે વાત કરીએ કે,  ‘ભગવાન,  તમે કેમ સવારના  પહોરમાં  ભાગી ગયા હતા ?’  તો એ તરત જ કહે કે, ભાભીને વહેલા ઉઠીને પાણી ન ભરવું પડે ને !  અમારા સવારના સાડા પાંચ વાગ્યામાં વાગ્યે નળમાં પાણી આવે છે એટલે એ સમયે હું પહોંચી ગયો હોઉં તો ભાભીને થોડો આરામ થઈ શકે.!!! ખબર નથી. 

ખબર નથી કે, અમારા ભગવાન લહેરી હતા એટલે પરણ્યા નહોતા કે પછી  પરણ્યા નહોતા એટલે લહેરી હતા??

- ભદ્રાયુ વછરાજાની