Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...

GSTV શતરંગ : આ તે તમારો મહેલ છે કે કબર?

Timeછેલ્લું અપડેટ : 18 Mar 2026
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ : આ તે તમારો મહેલ છે કે કબર?
સોર્સ : gstv

- ઝાકળ બન્યું મોતી - કુમારપાળ દેસાઈ

App Store

વિશાળ સામ્રાજયનો એ સ્વામી હતો, એ વિરાટ મહેલમાં વસતો હતો. આ મહેલની એક ખૂબી હતી. આટલો મોટો મહેલ, પણ એમાંથી બહાર નીકળવાનો એક જ દરવાજો. આનું કારણ એ કે મહેલમાં જે કોઈ પ્રવેશે તેના પર પૂરી નજર રહે. એ દુશ્મનનો જાસૂસ હોય કે પછી સમ્રાટની હત્યા કરી રાજ હડપ કરવા ચાહતો હોય. એ ચોર હોય કે ચતુર હોય પણ મહેલમાં દાખલ થવા માટે તો આ દરવાજામાંથી જ પસાર થવું પડે.

આ સમ્રાટને મળવા બીજા દેશનો રાજવી આવ્યો હતો. સમ્રાટે ફરીને મહેલની રચના સમજાવી છેલ્લે દરવાજા પાસે આવ્યો. આવા મોટા મહેલને એક જ દરવાજો રાખવાનું રહસ્ય પ્રગટ કર્યું.

મહેલને એક જ દ્વાર અને ત્યાં પણ સેંકડો સિપાઈઓ ચોકી કરે પછી ભય આવે ક્યાંથી?

સમ્રાટે કહ્યું, 'જુઓ કેટલો સુરક્ષિત છું હું ? મને કોઈ દુશ્મન કે હત્યારાનો સહેજે ભય નથી.'

મહેલના દરવાજે બેઠેલો ભિખારી આ સાંભળીને ખડખડાટ હસવા લાગ્યો. એણે કહ્યું,

'સમ્રાટ! જો ખરેખર સુરક્ષિત રહેવું હોય તો મહેલનો આ એક દરવાજો પણ બંધ કરી દ્યો. પછી ચકલુંય નહીં આવી શકે તમારા મહેલની અંદર! તમે કેટલા બધા સુરક્ષિત થઈ જશો ?'

સમ્રાટે કહ્યું, 'આ તે સુરક્ષા કે કેદ? આ એક દરવાજો બંધ કરી દઉં તો તો આ મહેલ જ મારી કબર બની જાય.'

ભિખારીએ કહ્યું, 'સમ્રાટ ! આ એક દરવાજાથી કંઈ ખાસ ફેર પડતો નથી. આ મહેલ એ વધતેઓછે અંશે તમારી કબર જ છે, પણ એની ખબર નથી. સલામતીની શોધમાં તમે તમારા મહેલને જેલ બનાવી દીધો છે.' માનવી એટલો બધો ડરી ગયો છે કે પળે પળે એ સલામતી શોધે છે.