Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / જય વસાવડા : Checklist of 25 vacation videos for 2025

GSTV શતરંગ / 2025ના 25 વેકેશન વિડીયોનું ચેકલિસ્ટ

Timeછેલ્લું અપડેટ : 04 Jun 2025
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ / 2025ના 25 વેકેશન વિડીયોનું ચેકલિસ્ટ

- અનાવૃત

App Store

- ફિલ્મ કમ્પલિટ અનનોન જોવા જેવી છે. બે ફૂટડી ગર્લફ્રેન્ડ સાથે નોબેલ જીતીને પણ એમાં એ સ્વીકારવા હાજર ના રહેલા અલગારી જીનિયસના શરૂઆતના વર્ષો છે

(૪) અમિતાભ બચ્ચન વીર સંઘવી: વીર સંઘવી એક ઉત્તમ ઈન્ટરવ્યૂઅર. મૂળ ગુજરાતી પણ સરસ અંગ્રેજીમાં ઈન્ટરવ્યુ લે. અને લખે પણ. આજકાલ ખાલી ખાલી ટવીટ કે એફબી પોસ્ટ માટે ઘણા લોકોમાં હાસ્યાસ્પદ થયેલા પણ મૂળ તો અત્યારની સ્થિતિ પર કટાક્ષ કરીને હતાશા કાઢતા બડે બચ્ચન સાહેબની ડ્રીમ લાઈફ લાગતી જિંદગીનો ઓલમોસ્ટ એક દસકો નિષ્ફળતાઓમાં ગયો. આ ઇન્ટરવ્યુંમાં ભાગ્યે જ હૈયું ખોલી વાત કરતા અમિતાભના એ દિવસો અને એના દર્દ અને એમાંથી બેઠા થવાના ને ફરી મજબૂત થવાના સંઘર્ષની કહાની કોઈ મોટીવેશનલ બૂક કરતા વધુ પ્રેરિત કરે એવી છે. જેમ કે, અમિતાભ એમાં કહે છે કે એક બાબતમાં કોઈ કારણથી ગોથું ખાઈને રિજેક્ટ થાવ પછી પબ્લિક બધી જ બાબતમાં તમારી ખામીઓ શોધવા લાગે ને સલાહો દેવા લાગે. પણ પ્રોબ્લેમ્સ જ તમારી સ્ટ્રેન્થનો ય પરિચય કરાવે. ()

(૨૫) પેલ પેલ મૂન: ઓહોહો, આહાહા. ઓહોઆહા. શું ફિલ્મ બની છે સિનર્સ. ને શું સોન્ગ્સ છે એના. એમાં બે ગીત લેસ્લી અને આ પેલ પેલ મૂન એટલે જાણે શેતાનનું આમંત્રણ પણ સ્વીકારીને નાચવા મજબૂર કરે એવા બિન્દાસ ફ્રીડમના સોન્ગ્સ. આ પેલ પેલ મૂન લોસન વાળું વર્ઝન સાંભળો એટલે આફ્રિકન ડ્રમ સાથે અમેરિકન જેઝનો જે ઘૂંટો રેપથી રોક સુધીના તાલ ને બૂટના અવાજ સાથે ઉભાક્કર્યો છે જાણે મધરાતે પોકારતું કોઈ ગુફાનું પોલાણ. (

ઝિંગ થિંગ 

'આપણું જીવન કોઈ એક ઘટનાથી બનતું નથી. આપણા જીવનની વ્યાખ્યા આપણી પસંદગીનો સરવાળો છે !'

(મિશન ઈમ્પોસિબલ ૮ ફાઈનલ રેકનિંગનો સંવાદ )

- જય વસાવડા