VIDEO: ANDARNI VAAT / ચમોલીની THDC ટનલમાં મોટું સંકટ: ૩ શ્રમિકોને બચાવવા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન!
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાંથી એક અત્યંત મહત્વના અને ચિંતાજનક અહેવાલ સામે આવી રહ્યા છે. અહીં THDC ટનલમાં અચાનક સર્જાયેલી ઈમર્જન્સી બાદ 3 શ્રમિકો ફસાઈ જતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ ટુકડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ છે અને ટનલમાં ફસાયેલા ત્રણ લોકોને સહીસલામત બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન પૂરજોશમાં ચલાવવામાં આવી રહ્યું છે. NDRF, SDRF અને સ્થાનિક તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે ઉપસ્થિત રહીને તમામ કામગીરી પર સીધી નજર રાખી રહ્યા છે.. ટનલની અંદરની પરિસ્થિતિ અત્યંત વિષમ હોવા છતાં બચાવ ટુકડીઓ દ્વારા આધુનિક મશીનરી અને ટેકનિકલ સાધનોની મદદથી કાટમાળ ખસેડવાની કામગીરી ચાલી રહી છે. અંદર ફસાયેલા શ્રમિકો સુધી ઓક્સિજન, પીવાનું પાણી અને જરૂરી સામગ્રી પહોંચાડવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરક્ષાના કારણોસર અને બચાવ કામગીરીમાં કોઈ અવરોધ ન ઊભો થાય તે માટે ટનલ પરિસરમાં સ્થાનિકો અને મીડિયા માટે કેમેરા કે ફોટોગ્રાફી પર કેટલાક નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. બચાવ ટુકડીઓ જીવના જોખમે એક-એક સેકન્ડનો ઉપયોગ કરીને ફસાયેલા લોકોને ઝડપથી બહાર લાવવા અવિરત મહેનત કરી રહી છે.
સ્થળ પર હાજર શ્રમિકોના પરિજનો અને સહકર્મીઓ કાળજું કંપાવનારી પળોમાંથી પસાર થઈ રહ્યા છે અને પોતાના પ્રિયજનોના કુશળ સમાચારની રાહ જોઈ રહ્યા છે. પ્રશાસન દ્વારા તમામ જરૂરી સંસાધનો જોડી દેવામાં આવ્યા છે જેથી સહેજ પણ વિલંબ વગર 3 શ્રમિકોને સુરક્ષિત બહાર લાવી શકાય. દુરગમ પહાડી ક્ષેત્ર અને ટનલના જટિલ માળખાના કારણે પડકારો ચોક્કસ છે, પરંતુ રેસ્ક્યૂ ટીમની તત્પરતાથી ટૂંક સમયમાં જ તમામ શ્રમિકોને હેમખેમ બહાર કાઢી લેવાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

