VIDEO: ANDARNI VAAT / મોદી ઘર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું કેમ લેતા નથી ?
નીટ પેપર લીક મુદ્દે સંસદથી લઇને સળક સુધી આંદોલન ચાલી રહ્યું છે. જંતર મંતરથી શરુ થયેલું આંદોલન હવે દેશના જુદા જુદા શહેર સુધી પહોંચ્યું છે. કોક્રોંચ જનતા પાર્ટી, વિરોધ પક્ષ અને વાલીઓની એક જ માંગ છે કે કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. જો કે મોદી સરકાર 24 દિવસના વિરોધ પ્રદર્શન પછી ટચનું મસ થવા તૈચાર નથી. કોક્રોચ જનતા પાર્ટી, વિરોધ પક્ષ અને સામાન્ય પ્રજાની માગણી જાયઝ છે તેમ છતાં શા માટે મોદી સરકાર ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેતી નથી તેના પર પ્રશ્નો થઇ રહ્યા છે. ધર્મેન્દ્ર પ્રધાન મોદી કેબિનેટમાં કોર ટીમના સભ્ય છે. વળી તેનું બેકગ્રાઉન્ડ આરએસએસ સાથે જોડાયેલું છે. આ કારણે સીધી રીતે મોદી તેનું રાજીનામું લેવા તૈયાર નથી. ધર્મન્દ્ર પ્રધાન પિતા દેબેન્દ્ર પ્રધાન વાજપેયી કેબિનેટમાં મંત્રી હતી. પરંપરાગત રીતે પ્રધાન પરિવારેના ભાજપમાં મુળિયા નંખેયાલા છે. ધર્મેન્દ્ર પ્રધાને આરએસએસની શાખામાંથી રાજકિય કારકેર્દીની શરુઆત કરી હતી. માટે પ્રધાનના રાજીનામા માટે પીઓમ મોદીને આરએસએસની મંજૂરીની જરુરી છે. બીજુ કારણ મોદી સરકારની મક્કમ અને મજબુત સરકારની ઇમેજ ઉભી કરવીની છે. મોદી સરકારના 13 વર્ષના કાર્યકાળ દરમિયાન સ્મૃતિ ઇરાની, અજય મિશ્રા ટેની જેવા મંત્રી વિવાદમાં આવ્યા હતા. તેમની સામે ભારે રોષ હતો તેમ છતાં સરકારે તેમનું રાજીનામું લીધું નહીં. હવે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લે તો મોદી સરકારને નીચા જોણું જોવું પડે છે. વળી, એક વાર રાજીનામું પડે તો વિરોધ પક્ષ વારંવાર બીજા મંત્રીના રાજીનામાની માંગ કરે જે મોદી સરકાર ઇચ્છતી નથી. ડોસી મરી જાય પણ જમ ઘર ન ભાળી જાય તે નીતિ મોદી સરકાર આપવાની રહી છે. પ્રધાનનું રાજીનામું નહીં લેવાનું ત્રીજી કારણ સંગઠનમાં ધર્મેન્દ્ર પ્રધાનની કામગીરી છે. મોદી અને અમિત શાહ માને છે કે ધર્મન્દ્ર પ્રધાનને સંગઠનું કોઇ પણ કામ સુપેરા પાર પાડ્યું છે. યુપી, બિહારમાં તેમની આગેવાનીમાં સરકાર બની હતી. ઓડિસ્સામાં સૌપ્રથમવાર ભાજપની સરકાર બનાવવાનું શ્રેય પર પ્રધાનને ફાળે જાય છે. આમ સરકાર સાથે સંગઠનમાં પણ ધર્મેન્દ્ર પ્રધાનના મુળિયા ઉંડા છે. આ બધા કારણો શિક્ષણમંત્રીની તરફેણમાં જાય છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ નથી ઇચ્છતાથી પોતાની કોર ટીમનો માણસ રાજીનામું આપે. જો કે સરકારના વિચાર કરતા પ્રજાનો ગુસ્સો અને જુસ્સો મોટો છે. યુવાનો અને વિરોધ પક્ષ રસ્તા પર ઉતર્યા છે. તેઓ પરિણામ વગર માનવાના નથી. આ વાત અત્યારે નક્કી દેખાય છે. હવે સરકાર સામે બે રસ્તા છે. એક મોદી અને શાહના નજીકના મંત્રીનું રાજીનામું ન લઇને યુવાનોનો ખોફ વહેરવો. અને બીજુ પ્રધાનનું રાજીનામું લઇને ઝેન - જીને ફરીવાર પોતાની તરફ વાળવી.
----- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

