Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : VIDEO: ANDARNI VAAT / Unique nature school in Pampore, Kashmir!

VIDEO: ANDARNI VAAT / કાશ્મીરના પમ્પોરમાં અનોખી નેચર શાળા!

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જમ્મુ કશ્મિરના પમ્પોરમા એક અનોખી શાળાની શરુઆત થઇ છે. પમ્પોરમાં એડવોકેટ નદીમ કાદરી દ્રારા  નેચર નામની શાળા શરુ કરવામાં આવી છે. આ શાળામાં રૂટિન શિક્ષણ સિવાય બાળકોને નેચરની વધારાની પ્રવૃતિ શિખવાડવામાં આવે છે. નેચર સ્કૂલમાં વિદ્યાર્થીઓને પ્રકૃતિની નજીક લઈ જઈને પર્યાવરણનું મહત્વ સમજાવવામાં આવે છે. અહીં બાળકોને માત્ર પુસ્તકોના માધ્યમથી શિક્ષણ આપવામાં આવતું નથી, પરંતુ તેમને પ્રકૃતિનું નિરીક્ષણ, વૃક્ષો અને વનસ્પતિનું મહત્વ, પાણી અને કુદરતી સંસાધનોનું સંરક્ષણ તેમજ આસપાસના પર્યાવરણની જાળવણી વગેરેની સમજ આપવામાં આવે છે. એડવોકેટ નદીમ કાદરીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારી વિકસાવી રહ્યા છે. આ સ્કુલમાં પર્યાવરણ જાગૃતિ સાથે કાશ્મીરની કલા અને સાંસ્કૃતિક વારસો પણ સમજાવવામાં આવે છે. કાશ્મીરની પરંપરાઓ, જીવનશૈલી, કલા અને પ્રાકૃતિક સૌંદર્યને નજીકથી જોવા અને સમજાવવામાં આવે છે.

App Store

આ સ્કુલમાં વિદ્યાર્થી ચીત્રો દોરે છે. કુદરીત સોદર્યને કેનવાસ પર ઉતારે છે. નદી -તળાવ-ઝરમા વગેરેનું બારિકાઇથી અવલોકન કરે છે. નેચર સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવે છે કે પર્યાવરણનું રક્ષણ માત્ર સરકાર કે સંસ્થાઓની જવાબદારી નથી. દરેક વ્યક્તિની પણ એટલી જ જવાબદારી છે. ખાસ કરીને બાળકોમાં નાની ઉંમરથી જ કુદરત પ્રત્યે પ્રેમ અને સંરક્ષણની ભાવના વિકસાવવામાં આવે તો ભવિષ્યમાં તેઓ પર્યાવરણ માટે વધુ જવાબદાર નાગરિક બની શકશે. વિદ્યાર્થી આલિમા અમીન સહિતના બાળકો પણ નેચર સ્કૂલની વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે.

કાશ્મીરના સુંદર પહાડો, હરિયાળી, નદીઓ અને સ્થાનિક સંસ્કૃતિને શિક્ષણ સાથે જોડવાનો આ પ્રયાસ વિદ્યાર્થીઓને તેમના મૂળ સાથે જોડે છે. નેચર સ્કુલના સ્થાપક નદીમ કાદરી કહે છે પમ્પોર કશ્મિરનું કલ્ચરલ સેન્ટર છે. સફી અને કશ્મીરી સંસ્કૃતિ માટે પમ્પોર ઉત્તમ સ્થાન છે. આ કારણે મેં અહિયા નેચર શાળા શરુ કરી છે. આ શાળાથી આવનારી પેઢી પ્રયાવરણ પ્રત્યે સભાન બનશે. સ્કુલમાં નેચર અને સંસ્કૃતિના પાઠ શિખવવામાં આવે છે.

નેચર સ્કૂલનો ઉદ્દેશ માત્ર પર્યાવરણ અંગે માહિતી આપવાનો નથી, પરંતુ બાળકોમાં કુદરતને સમજવાની, તેનું સન્માન કરવાની અને તેની જાળવણી માટે કામ કરવાની માનસિકતા ઊભી કરવાનો છે. પમ્પોરની આ અનોખી પહેલ દ્વારા શિક્ષણને પ્રકૃતિ, કલા અને સંસ્કૃતિ સાથે જોડીને વિદ્યાર્થીઓ માટે એક અલગ પ્રકારનું શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવામાં મદદ કરશે.

----------------

બ્યૂરો રિપોર્ટ - જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News