Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : VIDEO: ANDARNI VAAT / The edge of Madhya Pradesh became the hub of Poly House!

VIDEO: ANDARNI VAAT / મધ્યપ્રદેશનું ધાર બન્યું પોલી હાઉસનું હબ!

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મધ્ય પ્રદેશનો ધાર જિલ્લો હવે પરંપરાગત ખેતીથી આગળ વધીને આધુનિક ખેતીનું મહત્વનું કેન્દ્ર બની ગયો છે. જિલ્લાના રૂપાખેડા ગામે પોલીહાઉસ ફ્લોરીકલ્ચર અને પ્રોટેક્ટેડ ફાર્મિંગ ક્ષેત્રે નવી ઓળખ ઉભી કરી છે.  આ કકારણે આ વિસ્તાર પોલીહાઉસનું હબ બન્યો છે. સરકારની વિવિધ યોજનાઓને કારણે મોટી સંખ્યામાં ખેડૂતો પોલીહાઉસ ટેક્નોલોજી અપનાવી રહ્યા છે. પોલીહાઉસમાં નિયંત્રિત તાપમાન, ભેજ અને સિંચાઈ વ્યવસ્થાના કારણે આખું વર્ષ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકાય છે. આ પોલી હાઉસમાં મુખ્યત્વે ગુલાબ, જરબેરા, કાર્નેશન અને અન્ય સજાવટી ફૂલોની સાથે કેપ્સિકમ, કાકડી, ટામેટાં તથા અન્ય ઉચ્ચ મૂલ્યના શાકભાજીનું ઉત્પાદન કરવામાં આવે છે. સ્થાનિક તેમજ અન્ય રાજ્યોના બજારોમાં આ ઉત્પાદનોની સારી માંગ હોવાને કારણે ખેડૂતોને પરંપરાગત પાકોની સરખામણીએ વધુ આવક મળી રહી છે. પોલી હાઉસમાં ઉત્પાદનની ગુણવત્તા જળવાતી હોવાથી બજારમાં પણ વધુ ભાવ મળે છે. ડ્રિપ સિંચાઈ અને આધુનિક ખેતી પદ્ધતિઓના ઉપયોગથી પાણીની બચત પણ થાય છે અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે. આ બદલાવના કારણે ઘણા ખેડૂતો હવે ઘઉં, મકાઈ અને સોયાબીન જેવા પરંપરાગત પાક છોડીને ઉચ્ચ મૂલ્ય ધરાવતા બાગાયતી પાક તરફ વળી રહ્યા છે. જિલ્લામાં સેંકડો પોલીહાઉસ કાર્યરત છે અને દર વર્ષે નવા ખેડૂતો પણ આ ટેક્નોલોજી સાથે જોડાઈ રહ્યા છે. પોલીહાઉસ ખેતીના વિકાસથી માત્ર ખેડૂતોની આવકમાં વધારો થયો નથી, પરંતુ સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો પણ ઊભી થઈ છે. ફૂલોની ગ્રેડિંગ, પેકિંગ, પરિવહન અને માર્કેટિંગ સાથે જોડાયેલા અનેક લોકોને રોજગાર મળી રહ્યો છે. ધાર જિલ્લા કલેક્ટર રાજીવ રંજન મીનાના જણાવ્યા અનુસાર, જિલ્લામાં પ્રોટેક્ટેડ ફાર્મિંગને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને ખેડૂતોને સરકારી સહાય, ટેકનિકલ માર્ગદર્શન તેમજ તાલીમ પૂરી પાડવામાં આવી રહી છે, જેના કારણે વધુ ખેડૂતો આ મોડલ અપનાવી રહ્યા છે. સરકારની સહાય અને ખેડૂતોની નવીન વિચારસરણીના પરિણામે ધાર જિલ્લો આજે મધ્ય પ્રદેશમાં પોલીહાઉસ ફ્લોરીકલ્ચરનું મહત્વનું કેન્દ્ર બની રહ્યો છે. આ મોડલ અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહ્યું છે, કારણ કે ઓછા વિસ્તારમાં વધુ ઉત્પાદન, વધુ ગુણવત્તા અને વધુ નફાકારક ખેતી દ્વારા ખેડૂતો આર્થિક રીતે સશક્ત બની રહ્યા છે. આધુનિક ટેક્નોલોજી અને વૈજ્ઞાનિક ખેતીના સમન્વયથી ધાર જિલ્લો હવે કૃષિ ક્ષેત્રમાં નવી સફળતાની ગાથા લખી રહ્યો છે.

App Store

 

------- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News