VIDEO: ANDARNI VAAT / મણિપુરમાં નાગા સંગઠન દ્વારા હડતાલ
મણિપુરના નાગા અને કુકી વચ્ચે ચાલી રહેલા ઘર્ષણને કારણે હડતાલ-બંધ અને નાકાબંધી સામાન્ય બની ગઇ છે. મણીપુરના લંકા લાંગમૈન નાગા ગામમાં નાગા સમુદાયના બે ભાઈઓની હત્યા અને અન્ય બે લોકો પર હુમલાની ઘટના બાદ યુનાઇટેડ નાગા કાઉન્સિયલ દ્રારા સેનેપતિ સહિત નાગા વિસ્તારોમાં 24 કલાક બંધનું એલાન કરવામાં આવ્યું હતું. નાગા વિસ્તારમાં બંધ પડાતા જનજીવન પર અસર જોવા મળી હતી. UNCએ જણાવ્યા હતું કે અન્ય સમુદાય દ્રારા નાગા સમુદાયને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. નિર્દોષ નાગા લોકોની હત્યા કરવામાં આવી રહી છે. નાગા વિસ્તારમાં રખેવાળી કરતા યુવાનો પર હુમલા થઇ રહી છે. આ રોજની ઘટના છે. આ કારણે અમે સરકારને ચેતવણીના રુપમાં 24 કલાકનો બંધ જાહેર કર્યો છે. UNCએ જણાવ્યું હતું કે સરકાર હુમલાખોરો સામે આકરા પગલા લેતી નથી. આ કારણે સતત નિર્દોષ લોકોની હત્યા થઇ રહી છે. નિર્દોષની હત્યા કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.
યુએનસીના વિરોધને કારણે સેનેપતિ અને અન્ય નાગા વિસ્તારોમાં દુકાનો, બજારો અને વ્યાપારી સંસ્થાઓ બંધ રહી હતી. વાહનવ્યવહાર પર પણ તેની અસર જોવા મળી હતી. સામાન્ય લોકોમાં પણ બંધને લઈને મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી, પણ નાગા સંગઠનો અને સ્થાનિક લોકોના એક મોટા વર્ગે UNCના આહ્વાનને સમર્થન આપ્યું હતું. UNCના પ્રતિનિધિઓએ જણાવ્યું છે કે આ બંધ માત્ર વિરોધ માટે નહીં પરંતુ મૃતકોના પરિવારને ન્યાય અપાવવા અને નાગા સમુદાયની સુરક્ષા અંગે સરકારનું ધ્યાન દોરવા માટે કરવામાં આવ્યો છે. NPOના કાયદા સચિવ અને પ્રવક્તા એનજી ચુંથને પણ હુમલાની નિંદા કરી હતી અને જવાબદાર લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
નાગા અને કુકી સમુદાય વચ્ચે તણાવને કારણે અગાઉ પણ હિંસાની અનેક ઘટનાઓ સામે આવી છે બંને પક્ષો એક બીજા પર આરોપ લગાવે છે. બન્ને પક્ષ તરફથી સુરક્ષા તથા ન્યાયની માંગ ઉઠતી રહી છે. નાગા સંગઠનનું કહેવું છે કે ન્યાય મળ્યા વિના નાગા લોકોનો રોષ શાંત થવાનો નથી. સમગ્ર મામલે હવે સુરક્ષા એજન્સીઓ અને રાજ્ય સરકાર દ્વારા આરોપીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર નજર છે.
--- બ્યૂરો રિપોર્ટ - જીએસટીવી

