Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : VIDEO: ANDARNI VAAT / Road collapse on NH-44 in Udhampur disrupts traffic, rivers rise on both banks!

VIDEO: ANDARNI VAAT / ઉધમપુરમાં NH-44 પર રોડ ધસી જતાં વાહનવ્યવહાર ખોરવાયો, નદી-નાળા બે કાંઠે ઉભરાયા!

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં અવિરત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે સમગ્ર પંથકમાં આકાશી આફત જેવી સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદથી જિલ્લાની મુખ્ય નદીઓ અને પહાડી ઝરણાંના જળસ્તરમાં ભયજનક ઉછાળો આવ્યો છે. ભારે વરસાદના પ્રહારથી જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 પર દેવાલ પુલ નજીક રસ્તાનો એક મોટો ભાગ ધસી જતાં વાહનવ્યવહાર પર માટી અસર પડી છે. માર્ગ ક્ષતિગ્રસ્ત થવાના લીધે હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે. બીજી તરફ, કેહરા ગામમાં આવેલું ઓસુ નાળું બે કાંઠે વહેતાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો સંપર્ક કપાઈ ગયો છે. એક વર્ષ પહેલા પૂરના પ્રવાહમાં તણાઈ ગયેલો મુખ્ય પુલ હજુ સુધી પુનઃ નિર્માણ પામ્યો ન હોવાથી સ્થાનિક ગ્રામજનો, શાળાએ જતાં બાળકો અને દર્દીઓને પોતાના જીવના જોખમે આ ધસમસતા નાળાને પાર કરવાની મજબૂરી ઊભી થઈ છે..

App Store

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, પાઈપો મૂકીને કરવામાં આવેલા તાત્કાલિક ઉપાયો પણ પાણીના તીવ્ર પ્રવાહમાં તણાઈ ગયા છે, જેના લીધે ગ્રામજનો ગામમાં અટવાઈ પડ્યા છે. માળખાકીય સુવિધાઓના અભાવે આ પહાડી વિસ્તારના લોકોને રોજિંદા કામકાજ અને કટોકટીની સ્થિતિમાં અસહ્ય યાતનાઓ ભોગવવી પડી રહી છે. સ્થાનિકો દ્વારા આ સમસ્યાના કાયમી ઉકેલરૂપે એક મજબૂત પુલનું નિર્માણ કરવાની વહીવટી તંત્ર પાસે તાકીદની માગણી કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ જિલ્લા પ્રશાસન અને નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમો સક્રિય થઈ ગઈ છે. હાઈવે પર ધસી ગયેલા રસ્તાના સમારકામ અને નાળા પર સુરક્ષિત અવરજવરની વ્યવસ્થા ઊભી કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે..

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News