Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : VIDEO: ANDARNI VAAT / Opposition party aggressive against Home Minister Amit Shah!

VIDEO: ANDARNI VAAT / ગૃહમંત્રી અમિત શાહ સામે વિરોધ પક્ષ આક્રામક!

Timeછેલ્લું અપડેટ : 31 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ વિરોધ પક્ષ વધારે આક્રમક જોવા મળ્યો હતો. નીટ પેપર કાંડમાં સંસદનાં સરકાર સામે આકરા તેવર બાદ વિપક્ષે આંદોલનકારી વિદ્યાર્થી પર પેલેટ ગન દ્રારા ગોળીબારનો મુદ્દો ઉઠાવીને ગૃહમંત્રી અમિત શાહને ઘેરવાના પ્રયાસ કર્યો હતો. વિપક્ષે એકઝુટ થઇ પેલેટ ગનના ફાયરિંગ માટે ગૃહમંત્રી અમિત શાહને જવાબદારા ઠેરવ્યા હતા. પેલેટ ગન માટે વિરોક્ષ પક્ષે ગૃહમંત્રીના જવાબની માગ કરી હતી. ઘટનાના ચાર દિવસ બાદ પણ શાહ સદનમાં હાજર ન રહેતા ગૃહમંત્રીના રાજીનામાની માગ કરી હતી. સંસદ પરિસદમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીની આગેવાનીમાં વિરોધ પક્ષના સાંસદો દ્રારા અમિત ઇસ્તિફા દો...અને અમિત શાહ જવાબ આપો...ના નારા લાગ્યા હતા. વિરોઘ પક્ષનો આરોપ હતો કે પેલેટ ગન માટે ગૃહમંત્રી જવાબ કેમ આપતા નથી. દિલ્લી પોલીસ અમિત શાહના અંડરમાં આવે છે ત્યારે મંત્રી ચુપ કેમ છે. અમિત શાહ સંસદમાંથી ગાયક કેમ છે એવા મોટો બેનર હાથમાં લઇને શાહનો વિરોધ કર્યો હતો. વિરોધ પક્ષના સાંસદોએ નારા લગાવ્યા હતા કે અમિત શાહ સંસદમાં કેમ આવતા નથી. શાહ સંસદમાં ગાયબ કેમ છે..પ્રધાનના રાજીનામા બાદ વિરોધ પક્ષમાં એકજુટતા જોવા મળી હતી. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આરજેડી, ટીએમસી વગેરે એકજૂટ થઇને વિરોધ કર્યો હતો. વિરોધ પક્ષનો વિરોધ જોઇને સત્તા પક્ષમાં સોંપો પડી ગયો હતો. અમિત શાહ સિવાય વિરોધ પક્ષે રામ મંદીરમાં ચંદા ચોરીનો મુદ્દે પણ વિરોધ કર્યો હતો. ચંદા ચોરી મામલે બિહારના પુણિયાના સાંસદ પપ્પુ  યાદવએ આખો ડ્રામા ભજવ્યો હતો. પપ્પુ યાદવ પુજારી બન્યા હતા. જ્યારે વિરોધ પક્ષના સાંસદો ચંદો આપનાર લોકો બન્યા હતા. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ખડગે, સમાજવાદી પાર્ટી, જેએમએમ સહિતના સાંસદોએ ચંદો આપ્યો હતો. સંસદ પરિસરમાં ચંદા માટે ત્રણ ડબ્બા રાખવામાં આવ્યા હતા. ચંદો મળી ગયા બાદ સાધુ બનેલા પપ્પુ યાદવ ચંદો ચોરીને ભાંગી જાય તેવું દ્રશ્ય ભજવવામાં આવ્યું હતું. આ  રીતે સંસદ પરિસરમાં રામ મંદિરનો મુદ્દો પણ ગુજ્યો હતો. સપાના સંસદોએ ચંદા ચોર ગાદ્દી છોડના નારા લગાવ્યા હતા. આમ વિરોધ પક્ષોએ સંસદ પરીસરમાં ઉગ્ર અને અનોખો વિરોધો નોંધાવ્યો હતો.ચોમાસું સત્રમાં વિરોધ પક્ષના સાંસદની એકતા અને સરકારમાં વધતી ભીંસ જોતા આ સત્ર તોફાની બની રહેશે.

App Store

----- બ્યુરો રિપોર્ટ, જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News