VIDEO: ANDARNI VAAT / રાજસ્થાનના પાલીમાં મુસ્લિમો કરે છે શિવ પૂજા..!
રાજસ્થાનના પાલી જિલ્લાના પાદરલી તુકિયા ગામમાં કોંમી એકતાનું એક અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. પાદરલી તુકિયા ગામમાં આવેલા શિવ મંદિરમાં મુસ્લિમ પરિવાર દ્રારા પુજા કરવામાં આવે છે. શ્રવઁણ મહિનામાં આ ગામના મુસ્લિમમાં શિવ મંદીરમાં જઇને શિવધારા અને દુધ ચડાવવે છે. મુસ્લિમ પરિવારો દ્રારા ઓમ નમઃ શિવાયના નારા સાથે પુજા કરવામાં આવે છે. સામાન્ય લોકોને આશર્ય લાગતા આ ઘટના પેઢી દર પેઢીથી ચાલી આવે છે. ગામની કોમી એકતાની આ મિશાલ પાલી જિલ્લામાં ઉદાહરણરુપ બની છે. મંદીરમાં પુજા કરતા મુસ્લિમ આગેવાન અખરમ ખાન કહે છે કે છેલ્લા 200 વર્ષથી અમે શિવની પુજા કરીએ છીએ. પહેલા અમારા વડવા પુજા કરતા હતા, હવે અમારી પેઢી પુજા કરે છે. તમામ લોકોના સંપ અને સહકારથી આ પ્રવૃતિ ચાલી રહી છે.
પાદરલી તુકિયા ગામમાં 1500 પરિવાર રહે છે. તેમાથી 150 જેટલા મુસ્લિમ પરિવાર છે. આ ગામમાં રબારી અને મુસ્લિમ સમાજ વસવાટ કરે છે. ઇ,સ. 1600ની આસપાસ અખરમ ખાનના પુરવજોએ આ ગામ વસાવ્યું હતું. તે સમયના મોગલ રાજાએ અખરમ ખાનના વડવાનોને આ ગામ ઝાગીરમાં આપ્યું હતું. સમય જતા મુસ્લિમ જાગીરદારોએ ગામમાં શિવ મંદીરની સ્થાપના કરી હતી. આ રીતે હિન્દુ અને મુસ્લિમ બન્ને આ મંદીરમાં પુજા કરે છે. અખરમ ખાન કહે છે, મારા વડ દાદા ભક્ત હતા. પહેલા તેઓ બીજા ગામમાં જઇને મંદીરમાં પુજા કરતા હતા. પણ તેની ઉંમર થતા તેઓ અન્ય ગામ ન જઇ શકતા 200 વર્ષ પહેલા તેણે અમારા ગામમાં જ શિવ મંદીર બનાવી દીધું. ત્યારથી પેઢી દર પેઢી અમે શિવમંદીરમાં પુજા કરીએ છીએ. મુસ્લિમ હોવા છતાં ભવવાન શિવની આસ્થા ઓછી નથી.
અખરમ ખાન અને તેના પરિવારને શિવ મંદીરની તમામ ધાર્મિક વિધિ અને સંસ્કૃત શ્લોક આવડે છે. ગામમાં ત્રણ મંદીર છે. અખરમ ખાન આ ત્રણેય મંદીરમાં ટ્રસ્ટી છે. આ રીતે હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું આ સૌથી મોટું ઉદાહરણ છે. રબારી સમાજના ગામના આગેવાન કહે છે કે અમે વર્ષેથી એક બીજા સાથે રહીને પુજા કરીએ છીએ. ગામના કોઇ પણ તહેવારમાં બધા સાથે મળીને ઉજવણી કરી છે. પદરલી તુર્કિયાં ગામની આ પરંપરા એ વાતનો સંદેશ આપે છે કે આસ્થા કોઈ એક ધર્મની સીમામાં બંધાયેલી નથી. ગામના લોકોના જણાવ્યા અનુસાર ધાર્મિક તહેવારો અને અન્ય પ્રસંગોએ પણ બંને સમુદાયના લોકો એકબીજાની સાથે ઊભા રહે છે. આજે ધર્મના નામે મતભેદ અને તણાવની અનેક ઘટનાઓ સામે આવે છે, ત્યારે પદરલી તુર્કિયાં ગામની આ પરંપરા એક અલગ અને સકારાત્મક સંદેશ આપે છે.
----------- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

