Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : VIDEO: ANDARNI VAAT / Mother Sita's birth place Janakpuri, tense, tense

VIDEO: ANDARNI VAAT / માત સીતાના જન્મસ્થાન જનકપુરીમાં તંગદિલી, કરફયું

Timeછેલ્લું અપડેટ : 31 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અશિયા ખંડમાં હાલમાં અશાંતિ જોવા મળી રહી છે. ભારતમાં આંદોલન બાદ નેપાળમાં સ્થિતિ બગડી છે. નેપાળમાં પવિત્ર સ્થળ જનકપુરીમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા કરફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો. 25 જૂલાઇના રોજ ઘનુષા જિલ્લાના સુન્સરીના દેવાનગંજમાં કાવડયાત્રા દરમિયાન બે જુથ વચ્ચે વિવાદ થયો હતો. કાવડિયા દ્રારા મોટે મોટેથી ડીજે વગાડવા અને રસ્તા વચ્ચે ધર્મિક ઝંડા લગાડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. આ આથડામણ બાદ દેવાનગંજમાં હિંસા ફાટી નિકળી હતી. આ હિંસા સુન્સારી અને જનકપુરી સુધી પહોંચી હતી. સુન્સારીમાં હિંસાને કાબુમા લેતા પોલીસ અથડામણમાં એક યુવાનનું મોત થયું હતું. જેના પડધા જનકપુરીમાં પડયા હતા. જનકપુરીમાં જુથ અથડામણ રોકાવા માટે પ્રશાસને કરફ્યુ લાદી દીધો હતો. કરફ્યુના કારણે શહેર નિર્જન જોવા મળ્યું હતું. પેરા મિલિટરી ફોર્સ દ્રારા લોકોને ચેતવણી આપવામા આવી હતી લોકો દ્રારા પ્રશાસનના નિયમનું પાલન કરવામા આવે. નિચમોનું પાલન નહીં થાય તો ફોર્સ દ્રારા બળ પ્રયોગ કરવામાં આવશે. જનકપુરીના પવિત્ર સીતી મંદીર ખાતે ખાસ પેરા મિલિટરી ફોર્સ લગાવી દેવામાં આવ્યા હતો. સ્થિતિને કાબુમાં લેવા માટે ફોર્સ દ્રારા ફૂટ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસે લોકોને બહાર ન નિકળવા, સભા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. સ્થિતિને પારખીને નેપાળ સરકાર દ્રારા હેલીકોપ્ટર દ્રારા શહેરના ખુણા ખુણા પર નિરિક્ષણ કરવામા આવ્યું. હતું.

App Store

સીતા માતાના જન્મસ્થાન જનકપુરી નેપાળનું ટુરિઝમ હબ પણ છે. ભારત અને દેશ વિદેશથી સેંકડો લોક જનકપુરી આવે છે. આ પવિત્ર જગ્યા પર હિંસાના કારણે સ્થાનિક લોકોને ભારે નુકશાન થયું છે. જનકપુરી અચોક્કસ મુદત માટે બંધ રહેતા બહારથી આવેલા પ્રવાસીઓ અટવાયા હતા. ભારતથી ધાર્મિક યાત્રાએ ગયેલા લોકો પણ ફસાયા હતા. શહેરમાં અચોક્કસ મુદતના કરફ્યુના કારણે ધંધા રોજગાર પર પણ અસર પડી હતી.

--- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News