Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : VIDEO: ANDARNI VAAT / Heavy rain in Valsad inundates city and countryside!

VIDEO: ANDARNI VAAT / વલસાડમાં અતિભારે વરસાદથી શહેર અને ગ્રામ્ય વિસ્તારો જળબંબોળ!

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આકાશી આફતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વલસાડ શહેર સહિત આસપાસના મોગરા અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ અવિરતપણે વરસી રહેલા અતિભારે વરસાદના કારણે સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે.. શહેરના મુખ્ય માર્ગો, નીચાણવાળા રહેણાંક વિસ્તારો અને સર્કલો પર પાણી ભરાઈ જવાથી બેટ જેવી સ્થિતિ સર્જાઈ છે. માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ધીમો પડી ગયો છે અને નાના વાહનચાલકો તથા રાહદારીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે અનેક દુકાનો અને ઘરોની અંદર સુધી પાણી ઘૂસી જતાં સ્થાનિક વેપારીઓ તેમજ રહીશોનું જનજીવન ભારે પ્રભાવિત થયું છે.

App Store

જિલ્લામાં અવિરત વરસી રહેલા આ મુશળધાર વરસાદને પગલે સ્થાનિક નદી-નાળાઓ અને કોઝવેના જળસ્તરમાં ભયજનક વધારો નોંધાયો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વલસાડ નગરપાલિકા અને જિલ્લા પ્રશાસનની ટીમો તાત્કાલિક ધોરણે હરકતમાં આવી ગઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીને પંપિંગ મશીનો દ્વારા બહાર કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કોઈ પણ કટોકટી પહોંચી વળવા માટે આપત્તિ વ્યવસ્થાપન ટીમોને સજ્જ રાખવામાં આવી છે. આકાશી વરસાદના લીધે વલસાડ પંથકમાં દૈનિક જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News