VIDEO: ANDARNI VAAT / અરૂણાચલ પ્રદેશમાં પૂરનો પ્રકોપ, ઈટાનગરમાં સાંસદ તાઈ તગાકે ઉઠાવ્યો પીડિતોનો અવાજ!
અરૂણાચલ પ્રદેશના પાટનગર ઈટાનગર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને પૂરના કારણે વ્યાપક નુકસાન થવાના અહેવાલો સામે આવ્યા છે. રાજ્યમાં સર્જાયેલી આ કુદરતી આફત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં રાજ્યસભાના સાંસદ તાઈ તગાકે પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી. પૂરના ધસમસતા પ્રવાહને કારણે રસ્તાઓ, પુલો અને માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે અનેક ગામડાંઓનો સંપર્ક કપાઈ ગયો છે. ભૂસ્ખલન અને જળબંબાકારના કારણે સ્થાનિક રહીશોના ઘરો અને ખેતરોમાં પૂરના પાણી ફરી વળતાં લોકો બેઘર બન્યા છે. સાંસદ તાઈ તગાકે પ્રશાસન અને કેન્દ્ર સરકાર સમક્ષ પૂર પીડિતો માટે તાત્કાલિક ધોરણે રાહત સામગ્રી અને નાણાકીય સહાય પૂરી પાડવાની તાકીદ કરી છે. આ ઉપરાંત તેમણે નુકસાન પામેલા માર્ગો અને પુલોના ઝડપી પુનનિર્માણ માટે યોગ્ય પગલાં ભરવા અપીલ કરી છે..
સાંસદ તાઈ તગાકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં ખાધ્ય સામગ્રી, પીવાનું શુદ્ધ પાણી અને તબીબી સુવિધાઓ પહોંચાડવી હાલ સૌથી પ્રાથમિક જરૂરિયાત છે. તેમણે અસરગ્રસ્ત પરિવારોને સલામત સ્થળે ખસેડવા અને કટોકટીની સ્થિતિમાં આપત્તિ વ્યવસ્થાપન ટીમોને ચોવીસે કલાક સ્ટેન્ડબાય મોડ પર રાખવાની માંગ કરી છે. નદીઓના વધતા જળસ્તરને કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે મોટું જોખમ ઊભું થયું છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા હાઈ એલેર્ટ જાહેર કરાયું છે. પૂરના લીધે થયેલા વ્યાપક આર્થિક અને માળખાકીય નુકસાનનું આકલન કરીને ઝડપથી વળતર ચૂકવવાની બાંહેધરી આપવા તેમણે રજૂઆત કરી છે. સંસદ સભ્યના આ નિવેદન બાદ પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવામાં આવી છે. અરૂણાચલ પ્રદેશમાં વહેલી તકે સ્થિતિ સામાન્ય થાય તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી સંયુક્ત પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

