Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : VIDEO: ANDARNI VAAT / Cloth traders in Surat lost crores of rupees

VIDEO: ANDARNI VAAT / સુરતમાં કાપડના વેપારીઓનો કરોડો રૂપિયાનો સામન પલળ્યો

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતમાં તાપી નદીના રૌદ્ર સ્વરૂપ અને ભયાનક પૂરના કારણે કાપડના હજારો વેપારીઓને કમરતોડ આર્થિક  ફટકો પડ્યો છે. હાજારો વેપારીઓનો દુકાન અને ગાડાઉનમાં પડેલો કાપડનો તૈયાર માલ પલળી જતા હજારો વેપારીઓની સ્થિતિ કફોડી બની છે. સુરતમાં રિંગરોડ અને ખાડી વિસ્તારમાં પાંચથી 10 ફૂટ સુધીના પાણી ભરાતા આ વિસ્તાર બે દિવસ સુધી પાણીમાં રહ્યો હતો. શહેરના સહારા દરવાજા, મિલેનિયમ માર્કેટ, ટેક્સટાઈલ ટાવર, રઘુકુળ માર્કેટ, સલાબતપુરા, વણકર ટેક્સટાઈલ માર્કેટ જેવા વ્યાપારી વિસ્તારોમાં તાપીના પૂરના કારણે નીચાણવાળા વિસ્તારો અને બેઝમેન્ટમાં પાણી ફરી વળ્યા હતા. આ દુકાનોમાં અંદાજે ૫ થી ૭ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. દુકાનોમાં પાણી ભરાવાને કારણે માલ-સામાન પલળી ગયો હતો. સુરત સાડી, ડ્રેસ મટિરિયલ્સ અને કાપડના અન્ય પોષાકો માટે જાણીતું છે. સાડી અને ડ્રેસ પલળી જતા વેપારીઓની આખા વર્ષની કમાણી પાણીમાં વહી ગઇ હતી. બે દિવસ સુધી સાડીઓ પાણીમાં રહેતા તેમાથી કલર છૂટ્યો હતો. જેના કારણે અસંખ્ય ટન માલ બગડી ગયો હતો. આગામી સમયમાં દિવાળી, નવરાત્રીના મોટા તહેવાર અને લગ્નસરાની સિઝન નજીક આવી રહી છે. દેશભરમાંથી સુરતના વેપારોઓને  અંદાજે ટોટલ ૨,૫૦૦ થી ૩,૦૦૦ કરોડથી વધુના એડવાન્સ ઓર્ડર મળ્યા છે. માર્કેટમાં ગ્રાહકોની માગને પહોંચી વળવા માટે સાડીઓ, ડ્રેસ મટીરિયલ્સ અને રેડીમેડ ગારમેન્ટ્સના બોક્સ અને તાકાઓથી દુકાનો ખિચોખિચ ભરેલી હતી. પણ અણધાર્યા પૂરથી વેપારીઓના તમામ સપનાઓ અને આયોજનો પર પાણી ફરી ગયું હતું. દુકાનોમાં ઘૂસેલા ગંદા પાણીના લીધે કિંમતી સ્ટોક કાદવ-કીચડવાળો થઈ ગયો હતો. હવે સામાન ઉપયોગમાં લેવાય તેવો નથી. સુરત કાપડ ઉદ્યોગ સાથે અંદાજે ૬૫,૦૦૦થી વધુ નાના-મોટા વેપારીઓ, આડતિયાઓ અને હોલસેલર્સ વેપારી જોડાયા છે. અ વેપારીઓમાંથી ઘણા ખરા વેપારીનો માલ નુકસાન પામ્યો છે. પુરમા નુકસાન પામેલ વેપારીઓનું કહેવું છે કે મોટા ભાગના વેપારીએ એડવાન્સ ઓર્ડરને ધ્યામાં રાખીને માલનો સંગ્રહ કરી રાખ્યો હતો. દુકાનો અને ગોડાઉન સામાનથી ભરેલા હતા. પુર અચાનક જ આવ્યું જેના કારણે અમને સામાન ખસેડવાનો સમય ન મળ્યો અને સેંકડો વેપારીઓનો કરોડો રૂપિયાનો સામનના પલળી ગયો. આ રીતે સુરતનાં સેકડો વેપારીઓ માટે આ વર્ષ કઠણાઇનું વર્ષ સાબિત થઇ રહ્યું છે.

App Store

--- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી