Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : VIDEO: ANDARNI VAAT / Auto-cab drivers' protest turns violent in Bhubaneswar, 40 detained!

VIDEO: ANDARNI VAAT / ભુવનેશ્વરમાં ઓટો-કેબ ચાલકોનો વિરોધ હિંસક બનતાં ૪૦ ની અટકાયત!

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં ઓટો અને એપ-બેઝ્ડ કેબ ચાલકોનું આંદોલન અચાનક હિંસક બનતાં ભારે તંગદિલી સર્જાઈ હતી. પોતાની વિવિધ માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરી રહેલા ચાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં મામલો બિચક્યો હતો. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે કડક વલણ અપનાવ્યું હતું અને તોડફોડ તેમજ હિંસામાં સામેલ ૪૦ થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. ઓલ ઓડિશા કિક ટેક્સી યુનિયનના બિજય કુમાર મોહપાત્રા અને ઓલ ઈન્ડિયા ટેક્સી એસોસિએશનના જનરલ સેક્રેટરી જાવેદ અખ્તર આલમે પોતાની માંગણીઓ સ્પષ્ટ કરી હતી. ચાલકોની મુખ્ય માંગણી ભાડાના દરોનું વ્યાજબી નિયમન કરવા, કેબ એગ્રીગેટર કંપનીઓની મનસ્વી નીતિઓ પર લગામ લગાવવા અને ડ્રાઈવરોના કલ્યાણ માટે ચોક્કસ નીતિ બનાવવાની છે. જોકે, બપોરે પ્રદર્શન હિંસક બનતાં અનેક વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જેનાથી વિરોધનો સૂર વધુ ઉગ્ર બન્યો હતો. આ ઘટનાના કારણે સામાન્ય મુસાફરો અને મહિલા કર્મચારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. એરપોર્ટ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર મુસાફરો કલાકો સુધી રઝળાઈ પડ્યા હતા. ટ્રાફિક એસીપી ઉમાકાંત પ્રધાન અને ભુવનેશ્વર ડીસીપી જગમોહન મીનાએ પરિસ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા હાથમાં લેનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને શહેરમાં વધારાનો પોલીસ કાફલો તૈનાત કરાયો છે.

App Store

રાજધાનીમાં થયેલી હિંસા અને અટકાયતો બાદ પણ ઓટો અને કેબ ચાલકો પોતાની માંગણીઓ પર અડગ રહ્યા છે અને હડતાળ હજુ પણ યથાવત છે. ચાલકોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી પ્રશાસન તેમની વ્યાજબી માંગણીઓ નહીં સંતોષે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. હાલ ભુવનેશ્વરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને પોલીસ વડા દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News