Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : VIDEO: ANDARNI VAAT / After Genzi, Gen Alpha is also on the way to movement!

VIDEO: ANDARNI VAAT / જેનઝી બાદ જેન આલ્ફા પણ આંદોલનના રસ્તે!

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કોક્રોચ જનતા પાર્ટીના આંદોલન બાદ જેન-ઝી અને જેન-આલ્ફા પોતાના માંગ પ્રત્યે સભાન બની છે. સમસ્યાના સમાધાન માટે પહેલા માતા-પિતા આંદોલન કરતા હતા પણ જેન-ઝી અને જેન આલ્ફા વધારે સભાન અને આક્રમક બનીને પોતાનો હક માગી રહી છે. ઉત્તર પ્રદેશના લખનઉમાં જયપ્રકાશ નારાયણ સર્વોદય ગર્લ્સ સ્કૂલમાં શિક્ષકોની અછતને લઈને વિદ્યાર્થિનીઓનો ઉગ્ર આંદોલન શરુ કર્યું હતું. ધોરણ 12માં ફિઝિક્સ અને કેમિસ્ટ્રી જેવા મહત્વના વિષયોના પૂરતા શિક્ષકો ન હોવાથી અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે. સરકારી શાળામાં શિક્ષકની અછતને લઇને વિદ્યાર્થીઓ લખનઉના રસ્તા પર ઉતરી આવી હતી. એક સાથે પાંચથી વધારે વિદ્યાર્થીનીઓ સુત્રોચ્ચાર કરીને રસ્તા પર બેસી ગઇ હતી. હમારે માંગે પુરી કરો અને અમને શિક્ષક આપોના નારા સાથે આ વિદ્યાર્થીનીઓએ રસ્તો બ્લોક કરી દીધો હતો. જેન- અલ્ફા અચાનક જ રસ્તા પર ઉતરી આવતા સોંપો પડી ગયો હતો. રસ્તો બ્લોક થતા હરકતમાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશ સમાજ કલ્યાણ અધિકારીઓ તત્કાલ વિદ્યાર્થીનીઓ સાથે ચર્ચા કરવા માટે પહોંચી ગયા હતા. જો કે વિદ્યાર્થીઓ શિક્ષકની ભરતીની માંગ પર અડી રહેતા મામલો ગંભીર બન્યો હતો. પોલીસ પ્રસાસન અને અધિકારીઓએ વિદ્યાર્થીનીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. અધિકારીએ વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત કરી અને તેમની રજૂઆતો સાંભળી હતી અને જલ્દીમાં જલ્દી માંગણી પુરી કરવાની ખાતરી આપી હતી. અનામિકા નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, અમારી શાળામાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રી જેવા મહત્વના વિષયના શિક્ષકો નથી. બોર્ડની પરીક્ષા નજીક છે ત્યારે શિક્ષકો વગર અમારો અભ્યાસ કેવી રીતે પૂર્ણ થશે તેની અમને ચિંતા છે. અન્ય એક વિદ્યાર્થીનીએ કહ્યું હતું કે અગાઉ પણ અમે શિક્ષકો મુદ્દે અનેક રજૂઆત કરી હતી પણ અમારી વાત કોઇ સંભળતું નથી. આ કારણે અમારે ભણવાનું છોડીને આંદોલનનો રસ્તો અખત્યાર કરવો પડ્યો છે.

App Store

વિદ્યાર્થિનીઓએ સ્કૂલના દૈનિક સમયપત્રકને લઈને પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે તેઓ સવારે લગભગ ચાર વાગ્યે જાગે છે. યોગા તથા નાસ્તા સહિતની પ્રવૃત્તિઓ બાદ સ્કૂલમાં આવે છે. સ્કૂલનો સમય સવારે નવ વાગ્યાથી શરૂ થાય છે. જે સાડા ચાર વાગ્યા સુધી ચાલે છે. આમ સ્કુલ અને ઇતર પ્રવૃતિ વચ્ચે ટાઇમિંગનું સંકલન ન હોવાથી સમય બગડે છે. આંદોલનમાં સામેલ અન્ય એક વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, અમે સવારે ચાર વાગ્યે ઊઠીએ છીએ. યોગા અને નાસ્તા પછી સ્કૂલ આવીએ છીએ, પરંતુ એસેમ્બલી અને બીજી પ્રવૃત્તિઓમાં પણ સમય જાય છે. અમને અભ્યાસ માટે પૂરતો સમય મળતો નથી.

વિદ્યાર્થિનીઓનો દાવો છે કે શિક્ષકોની અછતની સમસ્યા નવી નથી. વર્ષ 2023-24 દરમિયાન પણ આ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. તેમ છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતાં ફરી એકવાર આંદોલન કરવું પડ્યું છે. જો અમારી માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ નહીં આંદોલન ચાલું જ રહેશે. કોક્રોચ જનતા પાર્ટીના આંદોલન બાદ હવે ઝેન આલ્ફા પેઢી પણ રસ્તા પર આવીને પોતાની માંગ કરી રહી રહી છે. નવી પેઢી હવે વધારે સહન કરવા તૈયાર નથી.

--- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News