VIDEO: ANDARNI VAAT / સીએમ વિજયની એક્શન, ઉદયનિધિ જેલમાં!
પૂર્વ મુખ્યમંત્રી એમ કરુણાનીધિના પુત્ર, તમિલનાડુના પુર્વ મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતા ઉદયનીધિ સ્ટાલિનની ચેન્નાઇના તંજુવુર પોલીસે ધરપકડ કરી હતી. મંગળવારે સવારે પોલીસે ઉદયનીધિ સ્ટાલિનને તેમના ઘરેથી ઉઠાવી લીધા હતા. ઉદયનીધિ પર મહિલાનું અપમાન, માનસિકપીડા અને જાહેર શાંતિ -સુલભના ભંગ સહીતની પાંચ કલામ લગાવવામાં આવી. ઉદયનિધિ પર મુખ્યમંત્રી જોસેફ વિજયના એક સમયના સહ કલાકાર અને મિત્ર તૃષા કૃષ્ણન પર વિવાદિત ટિપ્પણીનો આરોપ હતો. ઉદયનીધિએ એક સભામાં તૃષા વિશે દ્વીઅર્થી વાત કરીને મહિલાનું આપમાન કર્યું હોવાનો આરોપ હતો. ઉદયનીધિની ધરપકડ બાદ તમિલનાડુના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. વિજયની પાર્ટી ટીવીકે અને ઉદયનિધિની પાર્ટી ડીએમકે દ્રારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયા હતા. જો કે ચેન્નાઈ હાઇકોર્ટે ઉદયનીધિને જામીન આપી દેતા મામલો કેટલાક અંશે થાડે પડ્યો હતો. પણ મહિલા પર ટિપ્પણી બાદ બે યુવા મિત્રો અને રાજનેતાઓ સામસામે આવી ગયા છે. ઉદયનીધિની ટપ્પણી બાદ તમિલનાડુમાં ઉદયનિધિનું વિવાદિત નિવેદનવાળા નેતા તરીકેની ઓળખ બની ગઇ છે. જ્યારે સીએમ વિજયની ઓળખ મહિલા હિત અને સન્માનની પડી રહી છે. ઉદયનિધિ અગાઉ પણ સીએમ વિજયના પત્નિ પર ટિપ્પણી કરી હતી. હાલમાં વિજય અને તેના પત્નિ છુટાછેડાનો કેસ કોર્ટનાં પેન્ડીગ છે. અજાણ્યા કોર્ટ કેસની કહાની સંભળાવી ઉદયનીધિએ વિજયને વ્યક્તિગત ટારગેટ કર્યા હતા. તે વખતે વિજયે સ્ટાલિનને જવા દીધા હતા. આ વખતની ટિપ્પણી તેમના માટે પોલીસ સ્ટેશનના દરવાજે લઇને આવી હતી. ઉદયનિધિ કરુણાનીધિ પરિવારના રાજકિય વારસની ત્રીજી પેઢી છે. તેને રાજકારણ વારસામાં મળ્યું છે. તેમના દાદા કરુણાનીધિ બે કરતા વધારે વખત મુખ્યમંત્રી રહ્યા હતા. તો પિતા એમ કે સ્ટાલિન પણ વિજય પહેલા મુખ્યમંત્રી હતા. વારસાની રાજનીતિ અને સત્તાની નજીક હોવાથી ઉદયનીધિ વિવાદ કરતા રહ્યા છે. અગાઉ તેણે સનાતન ધર્મને ડેગ્યુ અને મલેરિયા કહ્યું હતું. સનાતનને ઉખાડી ફેકવો જોઇએ તેવું વિવાદિત બયાન આપ્યું હતું. હિન્દી ભાષા વિશે પણ વિવાદ ઉભો કર્યો હતો.આમ ઉદયનીધિ અને વિવાદ એક બીજાના પર્યાય રહ્યા છે.
રાજનેતાની અડધી રાતે ધરપકડ એ તામિલનાડુની રાજનીતિમાં નવુ નથી. અગાઉના બે મુખ્યમંત્રી કરુણાનીધિ અને જે જયલલિતાની ધરપકડ આ રીતે થઇ ચુકી છે. કરુણાનીધિ મુખ્યમંત્રી હતા ત્યારે કલર ટીવી કોંભાડમાં તેણીની ધરપકડ કરવામાં આવી હતી. જયલલિતા સત્તામાં આવતા તેણીએ પણ વેરની વસુલાત કરી હતી. જયલલિતા સરકારે ઓવરબ્રિજ કોંભાડમાં અડધી રાત્રે કરુણાનીધિની ધરપકડ કરી હતી. આમ મોટા નેતાનું જેલમાં જવું એ તમિલનાડુની રાજનીતિમા નવું નથી..
---- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

