Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : VIDEO: ANDARNI VAAT / A citizen mounted a platform in Nashik and made a unique protest!

VIDEO: ANDARNI VAAT / નાસિકમાં પાડા પર સવાર થઈ એક નાગરિકે કર્યો અનોખો વિરોધ!

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહારાષ્ટ્રના નાસિકમાં રસ્તા પર પડેલા ખાંડાથી કંટાળી શહેરના એક નાગરિકે અનોખો વિરોધ નોધવ્યો હતો. નાશિકના બંટી શિવસાગર નામના વ્યક્તિ પોતાનો રુદ્ર નામના પાડા પર બેસીને રસ્તા પર નિકળ્યા હતા. તેણે પાડા પર યમદુત લખ્યું હતું. યમદુત નીચે નાસિક લખ્યું હતું. બંટી શિવસાગરે તંત્રને સંદેશ આપ્યો હતો કે રસ્તાની હાલત યમદુત જેવી થઈ ગઈ છે. શહેરમાં જીવવું હોય તો હવે વાહનને બદલે પાડા પર જ સવારી કરવી પડે છે. આ અનોખા વિરોધ સામે આવતા રસ્તા પર લોકોમાં પણ કુતુહલ સર્જાયું હતું. બંટીનો વિરોધ માત્ર ખાડા પુરતો સિમિત ન હતો. ખાડાને કારણે નાસિક શહેરમાં થયેલા પાંચ લોકોના મોતનું ધ્યાન દોરવાનો પણ હતો. નાશિકમાં છેલ્લા કેટલાક સમયથી રસ્તાઓની ખરાબ છે. લોકો સતત ફરિયાદ કરી રહ્યા છે. તાજેતરમાં ખાડાને કારણે અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. 28 જુલાઈના અકસ્માતમાં 40 વર્ષીય નિલેશ કોટકરનું મોત થયું હતું નાશિક મહાનગરપાલિકાએ 2થી 12 ઓગસ્ટ દરમિયાન શહેરમાં આશરે 5,000 ખાડા પૂર્યા હોવાનો દાવો કર્યો છે. પરંતું રસ્તાઓની સ્થિતિ જોતા કામ કાગળ પર થયા હોય તેવું દેખાઇ રહ્યું છે.

App Store

પાડા પર બેસી રસ્તે નિકળનાર બંટી શિવસાગરે જણાવ્યું હતું કે, રસ્તા પર એટલા બધા ખાડા છે કે સામાન્ય વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. ખાડાઓના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે. છતાં તંત્ર તરફથી યોગ્ય કાર્યવાહી થતી નથી. તેથી અમે આ અનોખી રીતે વિરોધ કરીને તંત્રને તેની જવાબદારી યાદ અપાવવા માંગીએ છીએ. બંટીના અનોખા વિરોધને ધ્યાનમાં રાખી તંત્ર હરકતમાં આવી ગયું હતું અને બંટી તથા તેના પાડીને ડિટેઇન કરી દેવામાં આવ્યા હતા. જેથી બંટી બિજા વિસ્તારમાં જઇને નાસિક મહાનગરપાસિકાના ખાડા પુરાણનો પ્રચાર ન કરી શકે.

નાગરિકોના વધતા રોષ વચ્ચે નાશિક મહાનગરપાલિકાના અધિકારીઓ સામે પણ સવાલો ઊભા થયા છે. ખાડાઓ અને માર્ગોની ખરાબ સ્થિતિને લઈને તાજેતરમાં મહાનગરપાલિકાએ કેટલાક એન્જિનિયરોને કારણદર્શક નોટિસ આપી હતી. નાગરિકોની માંગ છે કે માત્ર ખાડા પૂરવાથી નહી ચાલે. રસ્તાઓનું કાયમી અને ગુણવત્તાયુક્ત સમારકામ કરવામાં આવે, જેથી ચોમાસા દરમિયાન ફરીથી ખાડા ન પડે અને અકસ્માતોમાં નિર્દોષ લોકોના જીવ ન જાય....

 -----------------------------------------

 --- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News